Happy B'day Gulzar: શબ્દોમાં તસવીરો ઘડનારાને જ્યારે તસવીરકારે કચકડે કંડાર્યા

Updated: Aug 18, 2020, 13:28 IST | Chirantana Bhatt
  • એક તબક્કે કોઇ મિત્ર સાથે ગુલઝાર સા’બના મુંબઇનાં ઘર બોસ્કિયાનામાં આવેલા સ્ટુડિયોમાં આવનજાવન થઇ ત્યારે સંજય વૈદ્યની નજર ગુલઝાર સા’બ સાથે અલપઝલપ નજર મળી હતી. કૅમેરા સ્વાભાવિક રીતે હાથવગો હોય એટલે મોકો મળે ત્યારે તેમને ખલેલ ન પડે એ રીતે તસવીરો પણ લીધી હતી.

    એક તબક્કે કોઇ મિત્ર સાથે ગુલઝાર સા’બના મુંબઇનાં ઘર બોસ્કિયાનામાં આવેલા સ્ટુડિયોમાં આવનજાવન થઇ ત્યારે સંજય વૈદ્યની નજર ગુલઝાર સા’બ સાથે અલપઝલપ નજર મળી હતી. કૅમેરા સ્વાભાવિક રીતે હાથવગો હોય એટલે મોકો મળે ત્યારે તેમને ખલેલ ન પડે એ રીતે તસવીરો પણ લીધી હતી.

    1/16
  • તેમની તસવીરોનું આલ્બમ બનાવી તેમને બતાડવા ગયા ત્યારે સ્વાભાવિક રીતે જ ગુલઝારે તે આલ્બમ રાખી લેવાનું પસંદ કર્યું. બીજા આલ્બમ પર હસ્તાક્ષર મળ્યા અને ઉર્દુમાં લખાયેલી પંક્તિ.

    તેમની તસવીરોનું આલ્બમ બનાવી તેમને બતાડવા ગયા ત્યારે સ્વાભાવિક રીતે જ ગુલઝારે તે આલ્બમ રાખી લેવાનું પસંદ કર્યું. બીજા આલ્બમ પર હસ્તાક્ષર મળ્યા અને ઉર્દુમાં લખાયેલી પંક્તિ.

    2/16
  • ફરી એકવાર તસવીરી કવિ સંજય વૈદ્ય અને કવિતાઓમાં તસવીર રચનારા ગુલઝારને મળવાનું થયું જ્યારે રઇશ મનીયારે ગુલઝારનાં પુસ્તકનો અનુવાદ કર્યો, ટાઇટલ હતું, ‘બંધ કાચની પેલે પાર’. આ પુસ્તકનું બૅક કવર સંજય વૈદ્યે તૈયાર કર્યું હતું.

    ફરી એકવાર તસવીરી કવિ સંજય વૈદ્ય અને કવિતાઓમાં તસવીર રચનારા ગુલઝારને મળવાનું થયું જ્યારે રઇશ મનીયારે ગુલઝારનાં પુસ્તકનો અનુવાદ કર્યો, ટાઇટલ હતું, ‘બંધ કાચની પેલે પાર’. આ પુસ્તકનું બૅક કવર સંજય વૈદ્યે તૈયાર કર્યું હતું.

    3/16
  • આ ચહેરાએ કેટકેટલીય સંવેદનાઓ જીવી હશે, ઝીલી હશે અને માટે જ છલકાય છે એ સઘળું જે આપણે કાને પડે તો ય જિંદગીનો ટકોરો પડ્યો હોય તેવું લાગે. 

    આ ચહેરાએ કેટકેટલીય સંવેદનાઓ જીવી હશે, ઝીલી હશે અને માટે જ છલકાય છે એ સઘળું જે આપણે કાને પડે તો ય જિંદગીનો ટકોરો પડ્યો હોય તેવું લાગે. 

    4/16
  • ગુલઝાર સા’બને ફરી મળ્યા ત્યારે તે સંજય વૈદ્યને ઓળખી ગયા અને તેમણે કહ્યું કે, ‘આટલો સરસ ચહેરો હું કેવી રીતે ભુલી શકું ભલા!’  સંજય વૈદ્યએ તેમની કેટલીક તસવીરો અંગે પોતાના શબ્દોમાં ગુલઝાર સા’બ વિષે લખ્યું. આગળ તસવીરોમાં વાંચો શું કહે છે તસવીરી કવિ.સંજય વૈદ્ય અને ગુલઝાર સા'બ એક જ ફ્રેમમાં જાણે કવિતાએ દ્રશ્યને ઝડપી પાડ્યું. 

    ગુલઝાર સા’બને ફરી મળ્યા ત્યારે તે સંજય વૈદ્યને ઓળખી ગયા અને તેમણે કહ્યું કે, ‘આટલો સરસ ચહેરો હું કેવી રીતે ભુલી શકું ભલા!’  સંજય વૈદ્યએ તેમની કેટલીક તસવીરો અંગે પોતાના શબ્દોમાં ગુલઝાર સા’બ વિષે લખ્યું. આગળ તસવીરોમાં વાંચો શું કહે છે તસવીરી કવિ.સંજય વૈદ્ય અને ગુલઝાર સા'બ એક જ ફ્રેમમાં જાણે કવિતાએ દ્રશ્યને ઝડપી પાડ્યું. 

    5/16
  • खामोशीयां कहती रहती है, तुम हममें से नही हो... कहीं नही हो... और यह दिल कमबख्त कह रहा है, मेरा वजूद ही तुम हो... मै वहीं हूं, वहीं कहीं हूं!

    खामोशीयां कहती रहती है,

    तुम हममें से नही हो...

    कहीं नही हो...

    और यह दिल कमबख्त

    कह रहा है,

    मेरा वजूद ही तुम हो...

    मै वहीं हूं,

    वहीं कहीं हूं!

    6/16
  • याद है तुम को? वह सन्नाटा.... जब उस लम्हों में दबी खामोशीयां, कुछ ऐसे अनछुए अहसासों को जगाती थी... जो आज तक भूल नही पाए, न तुम... न मैं!

    याद है

    तुम को?

    वह सन्नाटा....

    जब उस लम्हों में

    दबी खामोशीयां,

    कुछ ऐसे

    अनछुए अहसासों को

    जगाती थी...

    जो आज तक

    भूल नही पाए,

    न तुम...

    न मैं!

    7/16
  • न यह ऊगलियां बूढी हूई है.... न ही आंखे कमजोर... हां, किताबों के परे, उस पार... एक रुहानियत बरकरार है, अब भी!

    यह ऊगलियां

    बूढी हूई है....

    न ही आंखे कमजोर...

    हां,

    किताबों के परे,

    उस पार...

    एक रुहानियत

    बरकरार है,

    अब भी!

    8/16
  • मेरा रुतबा तब से छिन गया था... जब आंधियां मासूम से रुह की तरह मुझे गले लगा गई.... लेकिन मेरा खौफ तो देखो, रुतबा आज भी वहीं मौजूद है, चाहे पानी की तरहा.... कभी झांककर तो देखो!

    मेरा रुतबा

    तब से छिन गया था...

    जब आंधियां

    मासूम से रुह की तरह

    मुझे गले लगा गई....

    लेकिन मेरा खौफ तो देखो,

    रुतबा आज भी

    वहीं मौजूद है,

    चाहे पानी की तरहा....

    कभी झांककर तो देखो!

    9/16
  • बडा उदास दिखाई देता है यह वक्त आज.... पता नही, खुदकुशी करने की जुर्रत कैसे जुटा पाए यह लम्हे, जो तब जी ही नही पाए... ....जो मैं आज जी  भर के जी रहा हूं

    बडा उदास

    दिखाई देता है

    यह वक्त आज....

    पता नही,

    खुदकुशी करने की जुर्रत

    कैसे जुटा पाए यह लम्हे,

    जो तब

    जी ही नही पाए...

    ....जो मैं आज

    जी  भर के जी रहा हूं

    10/16
  • બસ આમ જ વહેતી હોય છે કવિતાઓ અને ગીતો અને રુંવાટા ખડા કરી દે તેવી કથાઓ.

    બસ આમ જ વહેતી હોય છે કવિતાઓ અને ગીતો અને રુંવાટા ખડા કરી દે તેવી કથાઓ.

    11/16
  • આ એ જ હાથ છે જણે લખ્યું હતું, ‘મોરા ગોરા અંગ લઇ લે, મોહે શ્યામ રંગ દઇ દે’ અને આ પણ લખ્યું હતું, ‘આંખે ભી કમાલ કરતી હૈં, પર્સનલ સે સવાલ કરતી હૈં’

    આ એ જ હાથ છે જણે લખ્યું હતું, ‘મોરા ગોરા અંગ લઇ લે, મોહે શ્યામ રંગ દઇ દે’ અને આ પણ લખ્યું હતું, ‘આંખે ભી કમાલ કરતી હૈં, પર્સનલ સે સવાલ કરતી હૈં’

    12/16
  • કવિના હાથની રેખાઓમાં છંદનું નસીબ લખાયેલું હોય છે, ખરું!

    કવિના હાથની રેખાઓમાં છંદનું નસીબ લખાયેલું હોય છે, ખરું!

    13/16
  • ગુલઝાર સા'બે ફિલ્મ ઉદ્યોગને આપેલા યોગદાન વિશે જાણવા માટે તેમને વાર્તાકાર, ડિરેક્ટર અને ગીતકાર એ ત્રણેય પાસાઓથી જાણવાનો પ્રયાસ કરવો જ રહ્યો. ઇજાઝત જેવી અત્યંત હ્રદયસ્પર્શી કથા કહેનારા ગુલઝારે અંગુર જેવી ફિલ્મ બનાવી હાસ્યની હળવાશ પણ એટલી જ સટિકતાથી પિરસી હતી.

    ગુલઝાર સા'બે ફિલ્મ ઉદ્યોગને આપેલા યોગદાન વિશે જાણવા માટે તેમને વાર્તાકાર, ડિરેક્ટર અને ગીતકાર એ ત્રણેય પાસાઓથી જાણવાનો પ્રયાસ કરવો જ રહ્યો. ઇજાઝત જેવી અત્યંત હ્રદયસ્પર્શી કથા કહેનારા ગુલઝારે અંગુર જેવી ફિલ્મ બનાવી હાસ્યની હળવાશ પણ એટલી જ સટિકતાથી પિરસી હતી.

    14/16
  • સંજય વૈદ્ય આ પ્રસંગો પછી ગુલઝાર સા'બ એકથી વધુ વાર મળ્યા છે, ગુલઝાર સા’બને સંજય વૈદ્યના કેમેરામાંથી પોતાની રચાતી છબીઓ ગમે છે. સંજય વૈદ્યના લેન્સે આવી કેટલીય જીવતી કવિતાઓ ઝડપી હશે? ખરું ને!

    સંજય વૈદ્ય આ પ્રસંગો પછી ગુલઝાર સા'બ એકથી વધુ વાર મળ્યા છે, ગુલઝાર સા’બને સંજય વૈદ્યના કેમેરામાંથી પોતાની રચાતી છબીઓ ગમે છે. સંજય વૈદ્યના લેન્સે આવી કેટલીય જીવતી કવિતાઓ ઝડપી હશે? ખરું ને!

    15/16
  • ગુલઝાર સા'બને તેમના જન્મદિવસે ખૂબ શુભેચ્છાઓ. તેમનાં સર્જનો દરેક પેઢીને જિંદગીની નજીક લાવે તે જ મહેચ્છા.

    ગુલઝાર સા'બને તેમના જન્મદિવસે ખૂબ શુભેચ્છાઓ. તેમનાં સર્જનો દરેક પેઢીને જિંદગીની નજીક લાવે તે જ મહેચ્છા.

    16/16
  • loading...

ફોટોઝ વિશે

18 ઑગસ્ટ ગુલઝાર સા’બનો જન્મદિવસ છે. એમને માટે વિશેષણો વાપરવાનો અર્થ નથી કારણકે એ પોતે હિન્દી સિનેમામાં કહેવાયેલી કેટલી ઉત્કૃષ્ટ વાર્તાઓનાં સર્જક છે અને તેમનાં લખેલા ગીતો નવ રસ, સાત સૂર, સ્થાઇ-અંતરાના બંધનોનાં પણ બધાં જ આયામોની પાર છે. પ્રતિષ્ઠિત તસવીરકાર સંજય વૈદ્યને ગુલઝાર સાથે એક અનોખો ઘરોબો છે. તેમણે ગુલઝારની એવી તસવીરો લીધી છે જેમાં એક સર્જકનું સર્જન જાણે ઉખેળાતું હોય તેવી લાગણી થાય. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે સંજય વૈદ્યે તેમના તસવીરી ખજાનાનાં કેટલાક અણમોલ રત્નો એક્સક્લુઝિવલી શૅર કર્યા છે. જુઓ ગુલઝારની તસવીરો અને સાથે સંજય વૈદ્યના મનમાં એ તસવીરી કવિતાઓ સર્જ્યા પછી ઉગી આવેલી પંક્તિઓ સહિત કેટલીક મજાની વાતો જાણીએ. (તસવીર સૌજન્ય અને કૉપીરાઇટ સંજય વૈદ્ય)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK