2020માં આ ટૅલન્ટેડ ઍક્ટર્સ પર હશે સૌની નજર

Updated: Jan 01, 2020, 16:17 IST | Sheetal Patel
 • તાપસી પન્નુ તમે અનુભવ સિંહાની ‘મુલ્ક’ અને ‘આર્ટિકલ 15’ જોઈ હશે તો તમે તેમની આગામી સામાજિક વિષય પર પ્રકાશ પાડતી ‘થપ્પડ’ને પણ જોવા માટે આતુર બની જશો. મહિલાઓના મુદ્દાઓને દેખાડતી આ સામાજિક ફિલ્મ દ્વારા અનુભવ સિંહાની ટ્રિલજી પૂરી થશે. આ ફિલ્મમાં તાપસી પન્નુ જોવા મળશે. ૨૦૧૬માં આવેલી તેની ‘પિન્ક’ બાદ તેણે ક્યારેય પાછળ ફરીને નથી જોયું. ‘સુરમા’ બાદ તે હવે બીજી સ્પોર્ટ્સ ફિલ્મ ‘રશ્મિ રૉકેટ’માં કચ્છી ઍથ્લીટના જીવનને પડદા પર સાકાર કરશે. સાઉના સુપર-સેન્સેશન પ્રકાશ રાજની ડિરેક્ટર તરીકેની પહેલી ફિલ્મ ‘તડકા’માં તાપસીએ કામ કર્યું હતું. ગિપ્પી ગરેવાલની ડિરેક્ટર તરીકેની ‘ડેર ઍન્ડ લવલી’માં પણ તાપસીએ કામ કર્યું હતું. આથી તાપસીને સાઉથથી નૉર્થ સુધી ટ્રાવેલ કરવામાં કોઈ પ્રૉબ્લેમ નથી. વિક્રાન્ત મૅસી સાથેની તાપસીનીમર્ડર-મિસ્ટરી ‘હસીન દિલરૂબા’ પર સૌની નજર છે. ફિલ્મને આનંદ એલ. રાય પ્રોડ્યુસ કરશે અને ‘મનમર્ઝિયાં’ અને ‘જજમેન્ટલ હૈ ક્યા’ની લેખક કનિકા ઢિલ્લોંને આ ફિલ્મની સ્ટોરી લખી છે.

  તાપસી પન્નુ

  તમે અનુભવ સિંહાની ‘મુલ્ક’ અને ‘આર્ટિકલ 15’ જોઈ હશે તો તમે તેમની આગામી સામાજિક વિષય પર પ્રકાશ પાડતી ‘થપ્પડ’ને પણ જોવા માટે આતુર બની જશો. મહિલાઓના મુદ્દાઓને દેખાડતી આ સામાજિક ફિલ્મ દ્વારા અનુભવ સિંહાની ટ્રિલજી પૂરી થશે. આ ફિલ્મમાં તાપસી પન્નુ જોવા મળશે. ૨૦૧૬માં આવેલી તેની ‘પિન્ક’ બાદ તેણે ક્યારેય પાછળ ફરીને નથી જોયું. ‘સુરમા’ બાદ તે હવે બીજી સ્પોર્ટ્સ ફિલ્મ ‘રશ્મિ રૉકેટ’માં કચ્છી ઍથ્લીટના જીવનને પડદા પર સાકાર કરશે. સાઉના સુપર-સેન્સેશન પ્રકાશ રાજની ડિરેક્ટર તરીકેની પહેલી ફિલ્મ ‘તડકા’માં તાપસીએ કામ કર્યું હતું. ગિપ્પી ગરેવાલની ડિરેક્ટર તરીકેની ‘ડેર ઍન્ડ લવલી’માં પણ તાપસીએ કામ કર્યું હતું. આથી તાપસીને સાઉથથી નૉર્થ સુધી ટ્રાવેલ કરવામાં કોઈ પ્રૉબ્લેમ નથી. વિક્રાન્ત મૅસી સાથેની તાપસીનીમર્ડર-મિસ્ટરી
  ‘હસીન દિલરૂબા’ પર સૌની નજર છે. ફિલ્મને આનંદ એલ. રાય પ્રોડ્યુસ કરશે અને ‘મનમર્ઝિયાં’ અને ‘જજમેન્ટલ હૈ ક્યા’ની લેખક કનિકા ઢિલ્લોંને આ ફિલ્મની સ્ટોરી લખી છે.

  1/7
 •   સિદ્ધાંત ચતુર્વેદી ઝોયા અખ્તરની ‘ગલી બૉય’માં MC શેરની ભૂમિકા ભજવનાર સિદ્ધાંત ચતુર્વેદીએ પોતાની ઍક્ટિંગથી લોકોનાં દિલોમાં સ્થાન મેળવ્યું છે. આ ફિલ્મે મેઇન સ્ટ્રીમમાં બે બાબતોને તોડવાનું કામ કર્યું છે. એક તો એ કે ભારતના અન્ડરગ્રાઉન્ડ હિપ-હૉપને દેખાડ્યું અને બીજું એ કે ફિલ્મ દ્વારા બૉલીવુડને સિદ્ધાંત ચતુર્વેદીના રૂપમાં એક અદ્ભુત પાત્ર મળ્યું. સિદ્ધાંત હવે દીપિકા પાદુકોણ અને અનન્યા પાન્ડે સાથેની ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મને ‘કપૂર ઍન્ડ સન્સ’નો શકુન બત્રા ડિરેક્ટ કરી રહ્યો છે. આ સાથે જ સિદ્ધાંત યશરાજની ‘બન્ટી ઔર બબલી 2’માં પણ દેખાશે. આથી એમ કહી શકાય કે ઇસકા ટાઇમ આ ગયા.

   

  સિદ્ધાંત ચતુર્વેદી

  ઝોયા અખ્તરની ‘ગલી બૉય’માં MC શેરની ભૂમિકા ભજવનાર સિદ્ધાંત ચતુર્વેદીએ પોતાની ઍક્ટિંગથી લોકોનાં દિલોમાં સ્થાન મેળવ્યું છે. આ ફિલ્મે મેઇન સ્ટ્રીમમાં બે બાબતોને તોડવાનું કામ કર્યું છે. એક તો એ કે ભારતના અન્ડરગ્રાઉન્ડ હિપ-હૉપને દેખાડ્યું અને બીજું એ કે ફિલ્મ દ્વારા બૉલીવુડને સિદ્ધાંત ચતુર્વેદીના રૂપમાં એક અદ્ભુત પાત્ર મળ્યું. સિદ્ધાંત હવે દીપિકા પાદુકોણ અને અનન્યા પાન્ડે સાથેની ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મને ‘કપૂર ઍન્ડ સન્સ’નો શકુન બત્રા ડિરેક્ટ કરી રહ્યો છે. આ સાથે જ સિદ્ધાંત યશરાજની ‘બન્ટી ઔર બબલી 2’માં પણ દેખાશે. આથી એમ કહી શકાય કે ઇસકા ટાઇમ આ ગયા.

  2/7
 • ડેડલી ડેબ્યુ : તાન્યા મનિકતાલા અને શર્વરી આવનારું ૨૦૨૦નું વર્ષ ઍક્ટિંગમાં પદાર્પણ કરનારી ફીમેલ ઍક્ટર્સ માટે ફળદાયી નીવડશે. તાન્યા મનિકતાલા વેબ-શોમાં ‘અ સૂટેબલ બૉય’ દ્વારા ડિજિટલ પ્લૅટફૉર્મ પર એન્ટ્રી કરશે. વિક્રમ સેઠની ક્રિટિકલી અક્લેમ્ડ બુક પરથી મીરા નાયર ‘અ સૂટેબલ બૉય’ બનાવી રહી છે. આ શોમાં તેની સાથે તબુ અને ઈશાન ખટ્ટર પણ દેખાશે. કોઈ પણ અભિનેત્રી માટે આ શો મેઇન સ્ટ્રીમ બૉલીવુડમાં ડેબ્યુ કરવા બરાબર છે. બીજી તરફ શર્વરી યશરાજ ફિલ્મ્સની ‘બંટી ઔર બબલી 2’ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરી રહી છે. આ સાથે જ તે ઍમેઝૉન પ્રાઇમની ‘ધ અનફર્ગોટન આર્મી’માં પણ જોવા મળવાની છે. તેમના પર્ફોર્મન્સ કેવા રહેશે એ હજી જોવાનું બાકી છે. આપણે તો તેમને આવનારા ભવિષ્ય માટે શુભેચ્છા આપીશું.

  ડેડલી ડેબ્યુ : તાન્યા મનિકતાલા અને શર્વરી

  આવનારું ૨૦૨૦નું વર્ષ ઍક્ટિંગમાં પદાર્પણ કરનારી ફીમેલ ઍક્ટર્સ માટે ફળદાયી નીવડશે. તાન્યા મનિકતાલા વેબ-શોમાં ‘અ સૂટેબલ બૉય’ દ્વારા ડિજિટલ પ્લૅટફૉર્મ પર એન્ટ્રી કરશે. વિક્રમ સેઠની ક્રિટિકલી અક્લેમ્ડ બુક પરથી મીરા નાયર ‘અ સૂટેબલ બૉય’ બનાવી રહી છે. આ શોમાં તેની સાથે તબુ અને ઈશાન ખટ્ટર પણ દેખાશે. કોઈ પણ અભિનેત્રી માટે આ શો મેઇન સ્ટ્રીમ બૉલીવુડમાં ડેબ્યુ કરવા બરાબર છે. બીજી તરફ શર્વરી યશરાજ ફિલ્મ્સની ‘બંટી ઔર બબલી 2’ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરી રહી છે. આ સાથે જ તે ઍમેઝૉન પ્રાઇમની ‘ધ અનફર્ગોટન આર્મી’માં પણ જોવા મળવાની છે. તેમના પર્ફોર્મન્સ કેવા રહેશે એ હજી જોવાનું બાકી છે. આપણે તો તેમને આવનારા ભવિષ્ય માટે શુભેચ્છા આપીશું.

  3/7
 • મૃણાલ ઠાકુર ૨૦૧૨થી ૨૦૧૬ સુધી ટેલિવિઝન પર જોવા મળેલી મૃણાલ ઠાકુરે ઇન્ટરનૅશનલ પ્રોજેક્ટ ‘લવ યુ સોનિયા’ દ્વારા ફિલ્મોમાં પદાર્પણ કર્યું હતું એટલું જ નહીં, તે બૉલીવુડમાં પણ હૃતિક રોશનની ‘સુપર 30’ અને જૉન એબ્રાહમની ‘બાટલા હાઉસ’માં કામ કરીને હિટ ઍક્ટ્રેસની શ્રેણીમાં આવી ગઈ છે. તે ઉમેશ શુક્લાની કૉમેડી ‘નમૂને’માં જોવા મળવાની છે. સાથે જ તે તેલુગુ બ્લૉકબસ્ટરની હિન્દી રીમેક શાહિદ કપૂરની ‘જર્સી’માં લીડ રોલમાં જોવા મળવાની છે. રાકેશ ઓમ પ્રકાશ મેહરાની ‘તૂફાન’માં ફરહાન અખ્તર સાથે પણ તે કામ કરી રહી છે. આ ઉપરાંત વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સના બે શો ‘બાહુબલી’ (બીફોર ધ બિગિનિંગ)માં અને આજે રિલીઝ થયેલી કરણ જોહરની ‘ઘોસ્ટ સ્ટોરીઝ’માં જોવા મળી રહી છે.

  મૃણાલ ઠાકુર

  ૨૦૧૨થી ૨૦૧૬ સુધી ટેલિવિઝન પર જોવા મળેલી મૃણાલ ઠાકુરે ઇન્ટરનૅશનલ પ્રોજેક્ટ ‘લવ યુ સોનિયા’ દ્વારા ફિલ્મોમાં પદાર્પણ કર્યું હતું એટલું જ નહીં, તે બૉલીવુડમાં પણ હૃતિક રોશનની ‘સુપર 30’ અને જૉન એબ્રાહમની ‘બાટલા હાઉસ’માં કામ કરીને હિટ ઍક્ટ્રેસની શ્રેણીમાં આવી ગઈ છે. તે ઉમેશ શુક્લાની કૉમેડી ‘નમૂને’માં જોવા મળવાની છે. સાથે જ તે તેલુગુ બ્લૉકબસ્ટરની હિન્દી રીમેક શાહિદ કપૂરની ‘જર્સી’માં લીડ રોલમાં જોવા મળવાની છે. રાકેશ ઓમ પ્રકાશ મેહરાની ‘તૂફાન’માં ફરહાન અખ્તર સાથે પણ તે કામ કરી રહી છે. આ ઉપરાંત વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સના બે શો ‘બાહુબલી’ (બીફોર ધ બિગિનિંગ)માં અને આજે રિલીઝ થયેલી કરણ જોહરની ‘ઘોસ્ટ સ્ટોરીઝ’માં જોવા મળી રહી છે.

  4/7
 • અભિષેક બચ્ચન ૨૦૧૮માં આવેલી અનુરાગ કશ્યપની ‘મનમર્ઝિયાં’ને અભિષેક બચ્ચનનું ચાર વર્ષ બાદ કમ-બૅક તરીકે ગણશો તો જણાશે કે ફિલ્મની પસંદગીને ધ્યાનમાં રાખીને તેણે બિઝનેસ અથવા તો ક્રીએટિવ સંતુષ્ટિને મહત્ત્વ આપ્યું છે. તેની આગામી ફિલ્મોની પસંદગી ખૂબ જ અદ્ભુત છે. ઍમેઝૉન પ્રાઇમની ‘બ્રીધ’ની સીક્વલ દ્વારા અભિષેક ડિજિટલ પ્લૅટફૉર્મ પર એન્ટ્રી કરશે. ‘કહાની’ના સુજૉય ઘોષની ‘બૉબ બિસ્વાસ’માં પણ તે જોવા મળશે. આ ફિલ્મને શાહરુખ ખાન પ્રોડ્યુસ કરી રહ્યો છે. સ્ટૉક માર્કેટને હચમચાવી નાખનાર હર્ષદ મહેતાની બાયોપિક ‘ધ બિગ બુલ’ને પણ તેણે સાઇન કરી છે. ધીરુભાઈ અંબાણીના જીવનને દેખાડતી ‘ગુરુ’માં તેની કરીઅરનો બેસ્ટ અભિનય હતો જેને ભૂલી ન શકાય. આ સિવાય તેના ડૅડીને સ્ક્રીન પર જોવા માટે પણ લોકો આતુર છે. તેઓ શૂજિત સરકારની ‘ગુલાબો સિતાબો’, નાગરાજ મંજુલેની ‘ઝુંડ’ અને અયાન મુખરજીની ‘બ્રહ્માસ્ત્ર’માં ૨૦૨૦માં જોવા મળશે. જોકે છેક ૧૯૬૯થી લોકો અમિતાભ બચ્ચનની ફિલ્મો માટે દર વર્ષે આતુર રહે છે.

  અભિષેક બચ્ચન

  ૨૦૧૮માં આવેલી અનુરાગ કશ્યપની ‘મનમર્ઝિયાં’ને અભિષેક બચ્ચનનું ચાર વર્ષ બાદ કમ-બૅક તરીકે ગણશો તો જણાશે કે ફિલ્મની પસંદગીને ધ્યાનમાં રાખીને તેણે બિઝનેસ અથવા તો ક્રીએટિવ સંતુષ્ટિને મહત્ત્વ આપ્યું છે. તેની આગામી ફિલ્મોની પસંદગી ખૂબ જ અદ્ભુત છે. ઍમેઝૉન પ્રાઇમની ‘બ્રીધ’ની સીક્વલ દ્વારા અભિષેક ડિજિટલ પ્લૅટફૉર્મ પર એન્ટ્રી કરશે. ‘કહાની’ના સુજૉય ઘોષની ‘બૉબ બિસ્વાસ’માં પણ તે જોવા મળશે. આ ફિલ્મને શાહરુખ ખાન પ્રોડ્યુસ કરી રહ્યો છે. સ્ટૉક માર્કેટને હચમચાવી નાખનાર હર્ષદ મહેતાની બાયોપિક ‘ધ બિગ બુલ’ને પણ તેણે સાઇન કરી છે. ધીરુભાઈ અંબાણીના જીવનને દેખાડતી ‘ગુરુ’માં તેની કરીઅરનો બેસ્ટ અભિનય હતો જેને ભૂલી ન શકાય. આ સિવાય તેના ડૅડીને સ્ક્રીન પર જોવા માટે પણ લોકો આતુર છે. તેઓ શૂજિત સરકારની ‘ગુલાબો સિતાબો’, નાગરાજ મંજુલેની ‘ઝુંડ’ અને અયાન મુખરજીની ‘બ્રહ્માસ્ત્ર’માં ૨૦૨૦માં જોવા મળશે. જોકે છેક ૧૯૬૯થી લોકો અમિતાભ બચ્ચનની ફિલ્મો માટે દર વર્ષે આતુર રહે છે.

  5/7
 • અવિનાશ તિવારી ૨૦૧૮માં આવેલી ‘લૈલા મજનૂ’માં અવિનાશ તિવારીએ કામ કર્યું હતું. આ ફિલ્મને ઇમ્તિયાઝ અલીએ પ્રોડ્યુસ કરી હતી અને લખી હતી. સાથે જ તેણે ૨૦૧૬માં આવેલી ‘તૂ હૈ મેરા સન્ડે’માં પણ કામ કર્યું હતું. આ ફિલ્મમાં તેના કામને ખૂબ જ પસંદ કરવામાં આવ્યું હતું. આ જ કારણ છે કે આજે રિલીઝ થયેલી કરણ જોહરની ‘ઘોસ્ટ સ્ટોરીઝ’માં તેને પસંદ કરવામાં આવ્યો છે એટલું જ નહીં, તે ‘ધ ગર્લ ઑન ધ ટ્રેન’માં લીડ રોલમાં જોવા મળવાનો છે. આ ફિલ્મમાં પરિણીતી ચોપડા તેની સાથે દેખાશે. અવિનાશ તિવારીએ ૨૦૧૪માં ‘યુદ્ધ’ દ્વારા ટેલિવિઝન પર એન્ટ્રી કરી હતી. અમિતાભ બચ્ચન આ સિરિયલમાં જોવા મળ્યા હતા. આશા રાખીએ કે ૨૦૨૦ તેના માટે સફળ નીવડે.

  અવિનાશ તિવારી

  ૨૦૧૮માં આવેલી ‘લૈલા મજનૂ’માં અવિનાશ તિવારીએ કામ કર્યું હતું. આ ફિલ્મને ઇમ્તિયાઝ અલીએ પ્રોડ્યુસ કરી હતી અને લખી હતી. સાથે જ તેણે ૨૦૧૬માં આવેલી ‘તૂ હૈ મેરા સન્ડે’માં પણ કામ કર્યું હતું. આ ફિલ્મમાં તેના કામને ખૂબ જ પસંદ કરવામાં આવ્યું હતું. આ જ કારણ છે કે આજે રિલીઝ થયેલી કરણ જોહરની ‘ઘોસ્ટ સ્ટોરીઝ’માં તેને પસંદ કરવામાં આવ્યો છે એટલું જ નહીં, તે ‘ધ ગર્લ ઑન ધ ટ્રેન’માં લીડ રોલમાં જોવા મળવાનો છે. આ ફિલ્મમાં પરિણીતી ચોપડા તેની સાથે દેખાશે. અવિનાશ તિવારીએ ૨૦૧૪માં ‘યુદ્ધ’ દ્વારા ટેલિવિઝન પર એન્ટ્રી કરી હતી. અમિતાભ બચ્ચન આ સિરિયલમાં જોવા મળ્યા હતા. આશા રાખીએ કે ૨૦૨૦ તેના માટે સફળ નીવડે.

  6/7
 • વિશ્વાસપાત્ર ત્રિમૂર્તિ : આયુષ્માન ખુરાના, વિકી કૌશલ અને રાજકુમાર રાવ બૉલીવુડના ત્રણ ઍક્ટર્સ એવા છે જેમણે તેમની ફિલ્મો દ્વારા તેમના ફૅન્સને કદી પણ નિરાશ નથી કર્યા. આયુષ્માન ખુરાનાએ ૨૦૧૯માં ‘આર્ટિકલ 15’, ‘બાલા’ અને ‘ડ્રીમ ગર્લ’ જેવી શાનદાર ફિલ્મો આપી છે. બીજી તરફ વિકી કૌશલે ‘ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઇક’થી બૉક્સ-ઑફિસ પર રેકૉર્ડ્સ બ્રેક કર્યા હતા. જોકે ૨૦૨૦માં આ ત્રણમાંથી સૌથી પહેલાં રાજકુમાર રાવ પર ધ્યાન કેન્દ્રિત કરવું રહ્યું, કારણ કે તે ‘ધ વાઇટ ટાઇગર’માં પ્રિયંકા ચોપડા જોનસ સાથે જોવા મળશે. આ ફિલ્મને અમેરિકન-ઇરાનિયન રમિન બૅહરિન ડિરેક્ટ કરશે. રાજકુમાર આ સાથે જ હૉરર-કૉમેડી ‘રૂહી અફ્ઝા’માં, હંસલ મેહતાની ‘છલાંગ’માં અને અનુરાગ બાસુની ‘લુડો’માં અને સુરેશ ત્રિવેણીની ‘દિલ સે મિલે’માં પણ જોવા મળશે. આયુષ્માન ખુરાનાની વાત કરીએ તો તે શૂજિત સરકારની ‘ગુલાબો સિતાબો’માં, ‘શુભ મંગલ ઝ્યાદા સાવધાન’માં જોવા મળશે. વિકી કૌશલ હૉરર મૂવી ‘ભૂત પાર્ટ 1: ધ હૉન્ટેડ શિપ’માં દેખાશે. સાથે જ ‘ઉધમ સિંહ’માં પણ તે અગત્યની ભૂમિકામાં જોવા મળવાનો છે. ફિલ્મોની જે શ્રેણી જોવા મળી છે એનાથી લાગે છે કે આવનારું ૨૦૨૦નું વર્ષ ગ્રેટ રહેવાનું છે.

  વિશ્વાસપાત્ર ત્રિમૂર્તિ : આયુષ્માન ખુરાના, વિકી કૌશલ અને રાજકુમાર રાવ

  બૉલીવુડના ત્રણ ઍક્ટર્સ એવા છે જેમણે તેમની ફિલ્મો દ્વારા તેમના ફૅન્સને કદી પણ નિરાશ નથી કર્યા. આયુષ્માન ખુરાનાએ ૨૦૧૯માં ‘આર્ટિકલ 15’, ‘બાલા’ અને ‘ડ્રીમ ગર્લ’ જેવી શાનદાર ફિલ્મો આપી છે. બીજી તરફ વિકી કૌશલે ‘ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઇક’થી બૉક્સ-ઑફિસ પર રેકૉર્ડ્સ બ્રેક કર્યા હતા. જોકે ૨૦૨૦માં આ ત્રણમાંથી સૌથી પહેલાં રાજકુમાર રાવ પર ધ્યાન કેન્દ્રિત કરવું રહ્યું, કારણ કે તે ‘ધ વાઇટ ટાઇગર’માં પ્રિયંકા ચોપડા જોનસ સાથે જોવા મળશે. આ ફિલ્મને અમેરિકન-ઇરાનિયન રમિન બૅહરિન ડિરેક્ટ કરશે. રાજકુમાર આ સાથે જ હૉરર-કૉમેડી ‘રૂહી અફ્ઝા’માં, હંસલ મેહતાની ‘છલાંગ’માં અને અનુરાગ બાસુની ‘લુડો’માં અને સુરેશ ત્રિવેણીની ‘દિલ સે મિલે’માં પણ જોવા મળશે. આયુષ્માન ખુરાનાની વાત કરીએ તો તે શૂજિત સરકારની ‘ગુલાબો સિતાબો’માં, ‘શુભ મંગલ ઝ્યાદા સાવધાન’માં જોવા મળશે. વિકી કૌશલ હૉરર મૂવી ‘ભૂત પાર્ટ 1: ધ હૉન્ટેડ શિપ’માં દેખાશે. સાથે જ ‘ઉધમ સિંહ’માં પણ તે અગત્યની ભૂમિકામાં જોવા મળવાનો છે. ફિલ્મોની જે શ્રેણી જોવા મળી છે એનાથી લાગે છે કે આવનારું ૨૦૨૦નું વર્ષ ગ્રેટ રહેવાનું છે.

  7/7
 • loading...

ફોટોઝ વિશે

તમે અનુભવ સિંહાની ‘મુલ્ક’ અને ‘આર્ટિકલ 15’ જોઈ હશે તો તમે તેમની આગામી સામાજિક વિષય પર પ્રકાશ પાડતી ‘થપ્પડ’ને પણ જોવા માટે આતુર બની જશો. મહિલાઓના મુદ્દાઓને દેખાડતી આ સામાજિક ફિલ્મ દ્વારા અનુભવ સિંહાની ટ્રિલજી પૂરી થશે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK