કોમેડિયન જગદીપના જાવેદ જાફરીનો આજે બર્થ ડે છે. જાવેદ અભિનેતા, વોઈસ-ઓવર આર્ટિસ્ટ, ડાન્સ, હોસ્ટ અને કોમેડિયન છે. વર્ષ 1985માં મેરી જંગ મુવીમાં નેગેટિવ રોલ કરીને બૉલીવુડમાં ડેબ્યુ કર્યુ હતું. આજે પણ લોકો જાવેદ જાફરીના ‘બોલ બેબી બોલ રોક એન્ડ રોલ’માં ડાન્સિંગને યાદ કરે છે. 90 દાયકામાં નવી પેઢીના ડાન્સર્સને પ્રોત્સાહન આપનાર હતા એમ કહી શકાય.
90ના દાયકામાં જાવેદ જાફરીએ ચેનલ વીમાં અમૂક શો હોસ્ટ કર્યા હતા. તેમ જ ડિઝનીમાં મિકી માઉસ અને ગુફીનું હિંદીમાં ડબિંગ પણ કર્યું હતું. ત્રણ દાયકાથી કારકિર્દીમાં 350થી પણ વધુ ફિલ્મોમાં જાવેદ જાફરીએ કામ કર્યું છે. ફોટોઃ જાવેદ જાફરી, તેના પિતા જગદીપ અને એક મિત્ર સાથે.
વર્ષ 2006માં જાવેદ જાફરીને પહેલો એવોર્ડ મળ્યો હતો. સેફ અલી ખાન અને પ્રિટી ઝીન્ટાની ફિલ્મ સલામ નમસ્તેમાં બેસ્ટ કોમિક રોલ માટે આઈઆઈએફએ એવોર્ડ મળ્યો હતો. ઉપરાંત જપાનનો ફૅમસ ટીવી શો તકેશીસ કાસ્ટલમાં જાવેદ જાફરીની કોમેન્ટ્રી માટે પણ તે બાળકોમાં ખૂબ જ ફૅમસ થયા હતા. ફોટોઃ બુગી વુગીના સેટનો ફોટો નાવેદ જાફરીએ શૅર કર્યો હતો.
જાવેદ જાફરી, નાવેદ જાફરી અને અભિનેતા રવિ બેહેલ ડાન્સ કોમ્પિટિશન શો બુગી વુગી લાવ્યા હતા, જે ખૂબ જ ફૅમસ રહ્યો હતો. દરેક ઉંમરની વ્યક્તિ આ ડાન્સ શોમાં જોડાઈ શકતી હતી. ફોટોઃ જાવેદ જાફરીના કોલેજ સમયનો ફોટો.
જાવેદ જાફરી માર્ચ 2014માં આમ આદમી પાર્ટી (આપ)માં જોડાયા હતા. તેમણે લખનઉ વિધાનસભાથી ચૂંટણી પણ લડી હતી, જેમાં પાંચમાં ક્રમે આવ્યા હતા. ફોટોઃ જાવેદ જાફરી દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ સાથે.
જાવેદ જાફરીનું કહેવું છે કે તે પરંપરાગત માન્યતાઓમાં માને છે. ટેકનોલોજી અને બ્રાન્ડ્સ પાછળ તે દોડતા નથી.
મિડ-ડેને આપેલા એક ઈન્ટરવ્યૂમાં જાવેદ જાફરીએ કહ્યું હતું કે, રૂઢીચૂસ્ત માણસ છું. આ ટેકનોલોજી કંપનીઓ એક જ પ્રોડક્ટના નવા વર્ઝન લાવે છે જેમાં ફીચર્સમાં ભાગ્યે જ કોઈ ફેરફાર હોય છે. મને એ સમજાયુ છે કે તમને જે ગમતુ હોય તેને વળગી રહેવુ જોઈએ. મારી જરૂરિયાત મ્યુઝીક પ્લેયર, ડીવીડી પ્લેયર અને ઈન્ટરનેટની છે. જો આ બધા ફિચર્સ ધરાવતુ જે ગેજેટ જોઈએ તે મારી પાસે હોય તો શા માટે હુ વધુ પૈસા નાખીને તેને અપડેટ કરું.
જાવેદ જાફરી પોપ લેજન્ડ માઈકલ જેકસન સાથે.
ટ્વીટરમાં જ્યારે જાવેદ જાફરીએ તેમનો આ શર્ટલેસ ફોટો શૅર કર્યો ત્યારે લોકો શોક થઈ ગયા હતા. જાવેદ જાફરી તેમની ફિટનેસ ઉપર પણ ધ્યાન આપે છે.
જાવેદ જાફરી અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન સાથે.
મુંબઈમાં દિવાળી પાર્ટી દરમિયાન જાવેદ જાફરીએ જયા બચ્ચન સાથે આ ફોટો લીધો હતો.
જાવેદ જાફરી સ્ટારડસ્ટ એવોર્ડ્સમાં અભિનેત્રી રેખા સાથે.
જાવેદ જાફરી અભિનેતા રણવીર સિંહ સાથે.
બુગી વુગીના સેટમાં જાવેદ જાફરી અભિનેત્રી સોનમ કપુર આહુજા સાથે.
જાવેદ જાફરી બુગી વુગી શોમાં શિલ્પા શેટ્ટી સાથે.
એક એવોર્ડ શોમાં જાવેદ જાફરી અભિનેત્રી શ્રુતી હસન સાથે.
જાવેદ જાફરી ઈશ્ક ફોરએવરના સેટ્સમાં કો-સ્ટાર લીસા રે સાથે.
બુગી વુગીના સેટમાં રવિ બેહલ, નાવેદ જાફરી, માધુરી દિક્ષીત, જાવેદ જાફરી અને જુહી ચાવલા.
જોય બી કારવાલ્હોની પાર્ટીમાં જાવેદ જાફરી, અર્ષદ વારસી અને સોહા અલી ખાન.
જાવેદ જાફરી સિક્રેટ સુપરસ્ટાર એક્ટ્રેસ ઝૈરા વસીમ સાથે.
જાવેદ જાફરી વેલકમ 2 કરાચીના પ્રમોશનમાં લોરેન ગોટલીબ અને જેકી ભગનાની સાથે.
જાવેદ જાફરી ‘ધનક’ના ચાઈલ્ડ સ્ટાર હેતલ ગડા અને ક્રિશ છાબરિયા સાથે.
બુગી વુગીના સેટમાં જાવેદ જાફરી બીગ બી સાથે.
જાવેદ જાફરી અને ડાન્સિંગ લેજન્ડ પ્રભુદેવાએ એરપોર્ટમાં આ ફોટો શૅર કર્યો હતો.
જાવેદ જાફરીએ એઆર રહેમાન સાથેનો આ ફોટો શૅર કરતા લખ્યું કે, ગઈ કાલે રાત્રે શ્રેષ્ઠ સમય પસાર થયો. વર્લ્ડ-ક્લાસ ટેલેન્ટ સાથે વર્લ્ડ-ક્લાસ કોન્સર્ટ થઈ હતી. જય હો!
જાવેદ જાફરીએ મીરા નાયર સાથે આ ફોટો અમેરિકામાં લીધો હતો.
જાવેદ જાફરીએ આ ફોટો શૅર કરતા કૅપ્શન આપી, 50 અને 60ના દાયકામાં ચાર મોસ્ટ ટેલેન્ટેડ અને સુંદર અભિનેત્રીઓ. તસવીરઃ ડાબેથી અઝરા, નિમી, કુમકુમ અને અમિતા.
જાવેદ જાફરીએ ડેની ડેનઝોન્ગપા સાથે બેંગ બેંગના સેટમાં પાડેલો આ ફોટો શૅર કર્યો હતો.
જાવેદ જાફરી એક ઈવેન્ટમાં ડેવિડ ધવન અને નસિરુદ્દીન શાહ સાથે.
એક ઈવેન્ટમાં જાવેદ જાફરી નાવેદ જાફરી, શાન, બપ્પી લેહરી અને લલીત પંડિત.
દુબઈ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં જાવેદ જાફરીએ માર્ટિન શાને આ ફોટો શૅર કર્યો હતો.
જાવેદ જાફરીએ લેખક અને ડાયરેક્ટર એમએસ સાથયુ સાથેનો એક ઈવેન્ટનો ફોટો ઈન્સ્ટાગ્રામમાં શૅર કર્યો હતો.
જાવેદ જાફરી અભિનેતા, ડાન્સર, સિંગર, કોરિયોગ્રાફર, વીજે અને એડ ફિલ્મમેકર તરીકે કામ કર્યું છે.
જાવેદ જાફરી હાલ સેફ અલી ખાન, અર્જુન કપૂર, યામી ગૌતમ અને જેકલિન ફર્નાન્ડિસ સાથે હિમાચલ પ્રદેશમાં ભૂત પોલીસનું શૂટિંગ કરી રહ્યા છે.
ડેવિડ ધવનની કુલી નંબર-1માં પણ જાવેદ જાફરી જોવા મળશે.
હૅપ્પી બર્થ ડે જાવેદ જાફરી!
આજે જાવેદ જાફરીનો જન્મદિવસ છે. તેમના આ ખાસ દિવસે જાણીએ જાવેદ જાફરી વિશે વધુ. (તસવીર સૌજન્યઃ જાવેદ જાફરીનું ટ્વીટર અને ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)