12 ફિલ્મો જે પપ્પા સાથે જોવી જોઈએ

Published: Feb 04, 2019, 13:17 IST | Bhavin
 • ડેડી (1989) મહેશ ભટ્ટે ડિરેક્ટ કરેલી આ ફિલ્મથી પૂજા ભટ્ટે બોલીવુડમાં ડેબ્યુ કર્યો હતો. આ ફિલ્મની સ્ટોરી એક દારૂડિયા બાપ અને તેને નશાની આદતથી છોડાવવા મથતી છોકરીની આસપાસ ફરે છે. ફિલ્મમાં અનુપમ ખેરે પૂજા ભટ્ટના પિતાનો રોલ કર્યો હતો.

  ડેડી (1989)

  મહેશ ભટ્ટે ડિરેક્ટ કરેલી આ ફિલ્મથી પૂજા ભટ્ટે બોલીવુડમાં ડેબ્યુ કર્યો હતો. આ ફિલ્મની સ્ટોરી એક દારૂડિયા બાપ અને તેને નશાની આદતથી છોડાવવા મથતી છોકરીની આસપાસ ફરે છે. ફિલ્મમાં અનુપમ ખેરે પૂજા ભટ્ટના પિતાનો રોલ કર્યો હતો.

  1/12
 • દિલ હૈ કી માનતા નહીં (1991) મહેશ ભટ્ટે જ ડિરેક્ટ કરેલી આ ફિલ્મમાં પણ પૂજા ભટ્ટ હતી. આ ફિલ્મ 'It Happened One Night'ની અનઓફિશિયલ રીમેક હતી. ફિલ્મમાં પૂજા ભટ્ટે એવી બગડેલી છોકરીની ભૂમિકામાં હતી જે ફિલ્મ સ્ટાર સાથે લગ્ન કરવા ઘર છોડી દે છે. અને રિપોર્ટર આમિર ખાનના પ્રેમમાં પડે છે. ફિલ્મનો એક સીન જેમાં પિતા અનુપમ ખેર તેની પુત્રીને તેના પ્રેમી સાથે લગ્ન કરવા સમજાવે છે તે સીન યાદગાર છે.

  દિલ હૈ કી માનતા નહીં (1991)

  મહેશ ભટ્ટે જ ડિરેક્ટ કરેલી આ ફિલ્મમાં પણ પૂજા ભટ્ટ હતી. આ ફિલ્મ 'It Happened One Night'ની અનઓફિશિયલ રીમેક હતી. ફિલ્મમાં પૂજા ભટ્ટે એવી બગડેલી છોકરીની ભૂમિકામાં હતી જે ફિલ્મ સ્ટાર સાથે લગ્ન કરવા ઘર છોડી દે છે. અને રિપોર્ટર આમિર ખાનના પ્રેમમાં પડે છે. ફિલ્મનો એક સીન જેમાં પિતા અનુપમ ખેર તેની પુત્રીને તેના પ્રેમી સાથે લગ્ન કરવા સમજાવે છે તે સીન યાદગાર છે.

  2/12
 • ખામોશીઃ ધ મ્યુઝિકલ (1996) સંજય લીલા ભણસાલીએ ડિરેક્ટર તરીકે આ ફિલ્મથી ડેબ્યુ કર્યો હતો. એક મૂકબધિર પિતા અને તેની પુત્રીની સ્ટોરી આ ફિલ્મમાં શાનદાર રીતે વણી લેવાઈ છે. ફિલ્મના ક્લાઈમેક્સમાં નાના પાટેકર મનીષા કોઈરાલાને બોલ્યા વગર આપેલી સ્પીચ દ્વારા કોમામાંથી બહાર લાવે છે તે સીન જોરદાર છે.

  ખામોશીઃ ધ મ્યુઝિકલ (1996)

  સંજય લીલા ભણસાલીએ ડિરેક્ટર તરીકે આ ફિલ્મથી ડેબ્યુ કર્યો હતો. એક મૂકબધિર પિતા અને તેની પુત્રીની સ્ટોરી આ ફિલ્મમાં શાનદાર રીતે વણી લેવાઈ છે. ફિલ્મના ક્લાઈમેક્સમાં નાના પાટેકર મનીષા કોઈરાલાને બોલ્યા વગર આપેલી સ્પીચ દ્વારા કોમામાંથી બહાર લાવે છે તે સીન જોરદાર છે.

  3/12
 • પાપા કહેતે હે (1996) આ ફિલ્મમાં એક એવી ટીનેજર છોકરીની વાત છે જે તેના પિતાને મળવા માટે ઘર છોડીને નાસી જાય છે. અને બાદમાં એક વ્યક્તિ સાથે પિતા-પુત્રી જેવા જ સંબંધો બંધાય છે.

  પાપા કહેતે હે (1996)

  આ ફિલ્મમાં એક એવી ટીનેજર છોકરીની વાત છે જે તેના પિતાને મળવા માટે ઘર છોડીને નાસી જાય છે. અને બાદમાં એક વ્યક્તિ સાથે પિતા-પુત્રી જેવા જ સંબંધો બંધાય છે.

  4/12
 • કુછ કુછ હોતા હૈ (1998) શાહરુખ ખાન અને કાજોલે ચોથી વખત કુછ કુછ હોતા હૈમાં એક સાથે કામ કર્યું હતું. બંનેની રોમેન્ટિક કોમેડી કરતાંય આ ફિલ્મમાં લોકોને જે સૌથી વધુ ગમ્યું હતું તે હતી લિટલ અંજલી. નાની અંજલીનો રોલ સના સઈદે ભજવ્યો હતો, જે પોતાના પિતા અને તેના ફ્રેન્ડના લગ્ન કરાવે છે.

  કુછ કુછ હોતા હૈ (1998)

  શાહરુખ ખાન અને કાજોલે ચોથી વખત કુછ કુછ હોતા હૈમાં એક સાથે કામ કર્યું હતું. બંનેની રોમેન્ટિક કોમેડી કરતાંય આ ફિલ્મમાં લોકોને જે સૌથી વધુ ગમ્યું હતું તે હતી લિટલ અંજલી. નાની અંજલીનો રોલ સના સઈદે ભજવ્યો હતો, જે પોતાના પિતા અને તેના ફ્રેન્ડના લગ્ન કરાવે છે.

  5/12
 • મહોબ્બતેં (2000) આ લવ સ્ટોરીમાં એશ્વર્યા રાય અને અમિતાભ બચ્ચન પુત્રી-પિતાના રોલમાં હતા. બાદમાં 2007માં ઐશ્વર્યાએ અભિષેક બચ્ચન સાથે પ્રભુતામાં પગલા પાડ્યા હતા.

  મહોબ્બતેં (2000)

  આ લવ સ્ટોરીમાં એશ્વર્યા રાય અને અમિતાભ બચ્ચન પુત્રી-પિતાના રોલમાં હતા. બાદમાં 2007માં ઐશ્વર્યાએ અભિષેક બચ્ચન સાથે પ્રભુતામાં પગલા પાડ્યા હતા.

  6/12
 • ક્યા કહેના (2000) તે સમયે રિલીઝ થયેલી ક્યા કહેના એક બોલ્ડ ફિલ્મ હતી. જેમાં પ્રિ મેરિટલ પ્રેગનન્સીની વાત હતી. ફિલ્મમાં પ્રિયા બક્ષીના પરિવારની સ્ટોરી હતી. પ્રિતી ઝિંટાએ આ ફિલ્મમાં પ્રિયાનો રોલ કર્યો હતો. તો પિતાના રોલમાં હતા ફરી એકવાર અનુપમ ખેર. આ ફિલ્મમાં એક એવા પિતાની વાત હતી જે પુત્રીના લગ્ન પહેલા બાળકને જન્મ આપવાના નિર્ણયને ટેકો આપે છે.

  ક્યા કહેના (2000)

  તે સમયે રિલીઝ થયેલી ક્યા કહેના એક બોલ્ડ ફિલ્મ હતી. જેમાં પ્રિ મેરિટલ પ્રેગનન્સીની વાત હતી. ફિલ્મમાં પ્રિયા બક્ષીના પરિવારની સ્ટોરી હતી. પ્રિતી ઝિંટાએ આ ફિલ્મમાં પ્રિયાનો રોલ કર્યો હતો. તો પિતાના રોલમાં હતા ફરી એકવાર અનુપમ ખેર. આ ફિલ્મમાં એક એવા પિતાની વાત હતી જે પુત્રીના લગ્ન પહેલા બાળકને જન્મ આપવાના નિર્ણયને ટેકો આપે છે.

  7/12
 • મેં ઐસા હી હૂં (2005) હેરી બાવેજાએ ડિરેક્ટ કરેલી આ ફિલ્મ 'I am Sam'ની રિમેક હતી. અજય દેવગણ આ ફિલ્મમાં માનસિક દિવ્યાંગ સિંગલ પેરેન્ટના રોલમાં હતા. જે પોતાની પુત્રીની કસ્ટડી માટે લડતા હોય છે.

  મેં ઐસા હી હૂં (2005)

  હેરી બાવેજાએ ડિરેક્ટ કરેલી આ ફિલ્મ 'I am Sam'ની રિમેક હતી. અજય દેવગણ આ ફિલ્મમાં માનસિક દિવ્યાંગ સિંગલ પેરેન્ટના રોલમાં હતા. જે પોતાની પુત્રીની કસ્ટડી માટે લડતા હોય છે.

  8/12
 • દાવત એ ઈશ્ક (2014) ફરી એકવાર પિતાના રોલમાં અનુપમ ખેર છે. પણ આ વખતે ફિલ્મમાં તેમણે પુત્રી ગુલરેઝ એટલે કે પરિણીતી ચોપરા સાથે ક્રાઈમમાં પાર્ટનરનો રોલ કર્યા છે. પુત્રી માટે યોગ્ય છોકરો ન મળતા તેઓ છોકરાઓને ફસાવી લગ્ન કરી પૈસા મેળવે છે.

  દાવત એ ઈશ્ક (2014)


  ફરી એકવાર પિતાના રોલમાં અનુપમ ખેર છે. પણ આ વખતે ફિલ્મમાં તેમણે પુત્રી ગુલરેઝ એટલે કે પરિણીતી ચોપરા સાથે ક્રાઈમમાં પાર્ટનરનો રોલ કર્યા છે. પુત્રી માટે યોગ્ય છોકરો ન મળતા તેઓ છોકરાઓને ફસાવી લગ્ન કરી પૈસા મેળવે છે.

  9/12
 • પિકુ (2015) અમિતાભ બચ્ચન અને દીપિકા પાદુકોણેની ફિલ્મમાં એક પિતા-પુત્રીનું બોન્ડિંગ શાનદાર રીતે દર્શાવાયું છે. શૂજિત સરકારે ડિરેક્ટ કરેલી આ ફિલ્મમાં બિગ બી એક એવા પિતાના રોલમાં છે જેમને કબજિયાતની બીમારી છે. અને દીપિકા પાદુકોણ એવી પુત્રીના રોલમાં છે જે પોતાના પિતાનો એક બાળકની જેમ ખ્યાલ રાખે છે.

  પિકુ (2015)

  અમિતાભ બચ્ચન અને દીપિકા પાદુકોણેની ફિલ્મમાં એક પિતા-પુત્રીનું બોન્ડિંગ શાનદાર રીતે દર્શાવાયું છે. શૂજિત સરકારે ડિરેક્ટ કરેલી આ ફિલ્મમાં બિગ બી એક એવા પિતાના રોલમાં છે જેમને કબજિયાતની બીમારી છે. અને દીપિકા પાદુકોણ એવી પુત્રીના રોલમાં છે જે પોતાના પિતાનો એક બાળકની જેમ ખ્યાલ રાખે છે.

  10/12
 • ભૂમિ (2017) આ ફિલ્મ એક ઈમોશનલ અને સેન્સિટિવ રિવેન્ડ ડ્રામા ફિલ્મ છે. જેમાં પણ એક પિતા પુત્રીના સંબંધોની વાત છે. ફિલ્મમાં સંજય દત્ત અદિતિ રાવ હૈદરીના પિતાના રોલમાં છે. આ ફિલ્મથી સંજય દત્તે બોલીવુડમાં કમબેક કર્યું હતું.

  ભૂમિ (2017)

  આ ફિલ્મ એક ઈમોશનલ અને સેન્સિટિવ રિવેન્ડ ડ્રામા ફિલ્મ છે. જેમાં પણ એક પિતા પુત્રીના સંબંધોની વાત છે. ફિલ્મમાં સંજય દત્ત અદિતિ રાવ હૈદરીના પિતાના રોલમાં છે. આ ફિલ્મથી સંજય દત્તે બોલીવુડમાં કમબેક કર્યું હતું.

  11/12
 • એક લડકી કો દેખા તો ઐસા લગા (2019) આમ તો આ ફિલ્મમાં એક પિતા-પુત્રીના સંબંધો ઉપરાંત ઘણું બધું છે. પરંતુ છતાંય ફિલ્મમાં પિતા-પુત્રીના સંબંધોને વણી લેવાયા છે. આ ફિલ્મમાં પહેલીવાર અનિલ કપૂર અને સોનમ કપૂર એક સાથે દેખાયા છે.

  એક લડકી કો દેખા તો ઐસા લગા (2019)

  આમ તો આ ફિલ્મમાં એક પિતા-પુત્રીના સંબંધો ઉપરાંત ઘણું બધું છે. પરંતુ છતાંય ફિલ્મમાં પિતા-પુત્રીના સંબંધોને વણી લેવાયા છે. આ ફિલ્મમાં પહેલીવાર અનિલ કપૂર અને સોનમ કપૂર એક સાથે દેખાયા છે.

  12/12
 • loading...

ફોટોઝ વિશે

હાલ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પિતા-પુત્રના સંબંધો પર ફિલ્મોનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. પહેલા વેન્ટીલેટર, પછી બાપ રે અને હવે ચાલ જીવી લઈએમાં પણ પિતા પુત્ર વચ્ચેના સંબંધો દર્શાવાયા છે. ત્યારે જાણો એવી બોલીવુડ ફિલ્મોનું લિસ્ટ, જે તમે તમારા પપ્પા સાથે જોશો તો મજા આવશે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK