Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > અલી અબ્બાસ ઝફરની વેબ-સિરીઝ તાંડવમાં મોહમ્મદ ઝિશાન અયુબ

અલી અબ્બાસ ઝફરની વેબ-સિરીઝ તાંડવમાં મોહમ્મદ ઝિશાન અયુબ

22 January, 2020 01:49 PM IST | Mumbai

અલી અબ્બાસ ઝફરની વેબ-સિરીઝ તાંડવમાં મોહમ્મદ ઝિશાન અયુબ

મોહમ્મદ ઝિશાન અયુબ

મોહમ્મદ ઝિશાન અયુબ


મેરે બ્રધર કી દુલ્હન, સુલતાન, ટાઇગર ઝિંદા હૈ અને ભારત સહિતની બિગ-બજેટ અને બૉક્સ-ઑફિસ પર સફળ જનારી ફિલ્મો બનાવનાર ડિરેક્ટર અલ્લી અબ્બાસ ઝફર ડિજિટલ પ્લૅટફૉર્મ ઍમેઝૉન પ્રાઇમ વિડિયો માટે એક વેબ-સિરીઝ બનાવવા જઈ રહ્યો છે, જેનું નામ છે ‘તાંડવ.’
પૉલિટિકલ થ્રિલર જોનરની આ વેબ-સિરીઝમાં વડા પ્રધાન બનવા માગતા એક રાજકારણીની વાત છે જે પાત્ર સૈફ અલી ખાન ભજવવાનો છે. તેની સાથે ‘મિત્રોં’ ફિલ્મમાં દેખાયેલી અભિનેત્રી ક્રિતિકા કામરા અને પૂરબ કોહલી મહત્ત્વનાં પાત્રોમાં છે. એ ઉપરાંત સોનાલી નાગરાણી, પરેશ પહુજા, સુનીલ ગ્રોવર, સારાહ જેન ડિયાસ તથા શોભિત જોહરી સહિતના કાલાકારો છે. હવે આમાં વધુ એક નોટેબલ કલાકાર જોડાયો છે જે છે નો વન કિલ્ડ જેસિકા, તનુ વેડ્સ મનુ, રાંઝણા, રઈસ, આર્ટિકલ 15 સહિતની દમદાર ફિલ્મોમાં મહત્ત્વનાં પાત્રો નિભાવી ચૂકેલો અભિનેતા મોહમ્મદ ઝિશાન અયુબ.
મોહમ્મદ ઝિશાન અયુબ શરૂઆતની ફિલ્મોમાં નાયકના મિત્રનું પાત્ર ભજવતો અને જેના ફાળે મોટા ભાગે દમદાર ડાયલૉગ્સ આવતા. આ થ્રિલર વેબ-સિરીઝમાં તેને કેવું પાત્ર મળે છે એ જોવું રહ્યું.


Whatsapp-channel Whatsapp-channel

22 January, 2020 01:49 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK