સમંદર મેં નહા કે ગીત ઝીનત અમાનના દિલની ખૂબ નજીક કેમ છે?

મુંબઈ | Jun 08, 2019, 11:15 IST

ઝીનત અમાને જણાવ્યું હતું કે ‘પુકાર’નું ગીત ‘સમંદર મેં નહા કે’ ગીત તેના હાર્ટની ખૂબ નજીક છે.

સમંદર મેં નહા કે ગીત ઝીનત અમાનના દિલની ખૂબ નજીક કેમ છે?
ઝીનત અમાન

ઝીનત અમાને જણાવ્યું હતું કે ‘પુકાર’નું ગીત ‘સમંદર મેં નહા કે’ ગીત તેના હાર્ટની ખૂબ નજીક છે. ઝીનત અમાન તાજેતરમાં જ સોની એન્ટરટેઇનમેન્ટ પર આવતા ‘સુપર ડાન્સર ચૅપ્ટર 3’ના શો પર હાજર રહી હતી. શોમાં આ ગીતના શૂટિંગનો અનુભવ શૅર કરતાં ઝીનત અમાને કહ્યું હતું કે ‘આ ગીત મારા માટે હંમેશાં યાદગાર રહેવાનું છે. અમિતાભ બચ્ચન અને હું આ ગીતનું શૂટિંગ ગોવામાં કરી રહ્યાં હતાં.

આ પણ વાંચો : પાત્રના નામથી લોકો મને ઓળખે એવી મારી ઇચ્છા છે : વરુણ શર્મા

‘કૂલી’ના શૂટિંગ દરમ્યાન અમિતાભ બચ્ચન ખૂબ ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેઓ ઘણા મહિનાઓ સુધી હૉસ્પિટલમાં રહ્યા હતા. તેઓ સ્વસ્થ થયા બાદ ‘પુકાર’ના આ ગીતથી તેમણે કમબૅક કર્યું હતું. દરેક તેમની એનર્જીને જોવા માટે ખૂબ આતુર હતું. તેમણે સૂર્યના આકરા તડકા અને ગોવાની રેતીમાં ગીતનું શૂટિંગ કર્યું હતું. આ ગીત હંમેશાં મારા દિલની એકદમ નજીક રહેવાનું છે.’

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK