દિલ્હી અને હરિયાણાનાં જુદાં-જુદાં કલ્ચર રજૂ થશે દિલ્હી વેડ્સ હરિયાણામાં

Published: Feb 04, 2020, 13:31 IST | Parth Dave | Ahmedabad

ઝી ટીવી પર ટૂંક સમયમાં અનેક નવા શો આવી રહ્યા છે જેમાં મહિલા કેન્દ્રિત શો કેસરનો પણ સમાવેશ છે

ઝી ટીવી વિકિપીડિયા
ઝી ટીવી વિકિપીડિયા

ઝી ટીવી ચૅનલના બે શો ‘કુમકુમ ભાગ્ય’ અને એના સ્પિન-ઑફ શો ‘કુંડલી ભાગ્ય’એ ટીઆરપી રેટિંગમાં ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. તો ‘ઇશ્ક સુભાનઅલ્લાહ’ અને ‘બહૂ બેગમ’ જેવા શોથી એન્ગેજિંગ કન્ટેન્ટ પૂરું પાડી રહ્યું છે. આ વર્ષે ચૅનલે એકાધીન નવા શો લૉન્ચ કરવાનું આયોજન કર્યું છે. ઝી ટીવી આ વર્ષે ‘કેસર’ નામનો શો લૉન્ચ કરવાનું છે જેનું નિર્માણ અધિરાજ ક્રીએશન્સ કરી રહ્યું છે. આ મહિલા-કેન્દ્રિત શોનું કામ હાલમાં પ્રથમ તબક્કામાં છે ત્યારે અન્ય એક રસપ્રદ પ્રોજેક્ટ શરૂ થવાના સમાચાર આવ્યા છે. ક્રૉસ કલ્ચરલ મૅરેજ પર આધારિત ‘દિલ્હી વેડ્સ હરિયાણા’ નામનો શો દર્શકોને જોવા મળશે. ફિલ્મોમાં મોટા ભાગે સાઉથ અને નૉર્થ કલ્ચર વચ્ચેના મતભેદ જોવા મળે છે, જ્યારે આ ટીવી-શોમાં દિલ્હી અને હરિયાણા એમ નૉર્થની જ બે કાસ્ટ વચ્ચેની ખાટી-મીઠી સ્ટોરી રજૂ થશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK