ઝીફાઇવની પહેલી બંગાળી સિરીઝ 'કાલી' ની બીજી સીઝન રિલીઝ માટે તૈયાર

Published: Mar 16, 2020, 17:24 IST | Mid-day Correspondent | Mumbai

જાણીતી બંગાળી અભિનેત્રી પાઓલી દેમને લીડ રોલમાં ચમકાવતી આ સિરીઝ હિન્દીમાં પણ અવેલેબલ છે, ૨૭ એપ્રિલે રિલીઝ થશે

‘કાલી' નું પોસ્ટર
‘કાલી' નું પોસ્ટર

અમદાવાદ ઃ ૨૦૧૮માં આવેલી ઝીફાઇવની ઓરિજિનલ સિરીઝ ‘કાલી’ને દર્શકોનો બહોળો પ્રતિસાદ મળ્યા બાદ હવે એની બીજી સીઝન આવી રહી છે. ‘કાલી’ ઝીફાઇવની પહેલી બંગાળી વેબ-સિરીઝ છે જે હિન્દીમાં પણ અવેલેબલ છે. આઠ એપિસોડની આ થ્રિલર સિરીઝમાં જાણીતી બંગાળી ઍક્ટ્રેસ પાઓલી દેમ લીડ રોલમાં છે. કલકત્તાનું બૅકડ્રૉપ ધરાવતા શોમાં કાલી નામની એક માની વાત છે જેની પાસે પોતાના બાળકને બચાવવા માટે ફક્ત એક રાત હોય છે. ‘કાલી’ની પહેલી સીઝનમાં આશા, હિંમત, ભય, વિશ્વાસઘાત જેવા મલ્ટિ-લેયર્સ જોવા મળ્યાં હતાં અને બીજી સીઝન પણ રોમાંચથી ભરપૂર હશે. બીજા ભાગમાં કાલી પોતાના બાળકને બચાવવા માટે સંઘર્ષ કરતી જોવા મળશે અને આ દરમ્યાન હ્યુમન ટ્રાફિકિંગમાં સંડોવાયેલા લોકોનો સામનો કરશે.

‘કાલી’માં પાઓલી દેમ ઉપરાંત રાહુલ બૅનરજી અને શાંતિલાલ મુખરજી પણ મહત્ત્વના રોલમાં હતાં. તો બીજી સીઝનમાં પાઓલી દેમ, રાહુલ બૅનરજી, અભિષેક બૅનરજી, વિદ્યા માલવદે અને ચંદન રૉય સન્યાલ જેવા કલાકારો જોવા મળશે. અરિત્રા સેન નિર્દેશિત ‘કાલી 2’ ૨૭ એપ્રિલે રિલીઝ થવાની છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK