ઝરીન ખાનનો ખુલાસો,'સલમાન ખાન સાથે મારા લગ્ન થવાના છે' પરંતુ...

મુંબઈ | Aug 18, 2019, 11:08 IST

ફિલ્મ વીરથી બોલીવુડમાં ડેબ્યુ કરનારી એક્ટ્રેસ ઝરીન ખાને બોમ્બે ટાઈમ્સને આપેલા એક ઈન્ટરવ્યુમાં એ વાતનો ખુલાસો કર્યો છે કે તે સલમાન ખાને સાથે લગ્ન કરવાની છે.

ઝરીન ખાન, સલમાન ખાન
ઝરીન ખાન, સલમાન ખાન

ફિલ્મ વીરથી બોલીવુડમાં ડેબ્યુ કરનારી એક્ટ્રેસ ઝરીન ખાને બોમ્બે ટાઈમ્સને આપેલા એક ઈન્ટરવ્યુમાં એ વાતનો ખુલાસો કર્યો છે કે તે સલમાન ખાને સાથે લગ્ન કરવાની છે. જો કે બાદમાં તેણે સ્પષ્ટતા કરતા કહ્યું કે તે મજાક કરી રહી છે અને તે ઈચ્છે છે કે આ વાત અફવાની જેમ ફેલાઈ જાય.

ઝરીન ખાને સલમાન ખાનની ફિલ્મ વીરથી બોલીવુડમાં ડેબ્યુ કર્યો હતો. બાદમાં બંનેએ કેટલીક સુપરહિટ ફિલ્મો આપી. બોમ્બે ટાઈમ્સે જ્યારે ઝરીનને પુછ્યુ કે તે સલમાન ખાન અંગે કોઈ અફવા ફેલાવવા ઈચ્છે, તો તે કઈ હશે ?

જવાબમાં હસતા હસતા ઝરીન ખાને કહ્યું,'હું એ અફવા ફેલાવવા ઈચ્છીશ કે સલમાન ખાન સાતે મારા લગ્ન થવાના છે.' ઝરીન ખાને આગળ એ પણ કહ્યું કે તે સલમાન ખાન સાથે હૂક અપ કરવા પણ ઈચ્છે છે. આના પર જ્યારે બોમ્બે ટાઈમ્સે તેમને પૂછ્યુ કે તે કોની સાથે લગ્ન કરવા ઈચ્છે છે, કોને મારવા માગે છે અને કોની સાથે હૂક અપ કરવા ઈચ્છે છે. આમાં તેમણે સલમાન ખાન, કરણસિંહ ગ્રોવર અને ગૌતમ રોડે જેવા નામ ઓપ્શનમાં અપાયા હતા.

આ પણ વાંચોઃ આવી છે તારક મહેતાના કલાકારોની રીઅલ લાઈફ ફેમિલી....

આ સવાલના જવાબમાં ઝરીન ખાને કહ્યું કે તે કોઈને મારવા નથી ઈચ્છતી, અને લગ્નમાં તેને વિશ્વાસ નથી, કારણ કે આજના સયમમાં લગ્ન માત્ર મજાક બનીને રહી ગઈ છે. અને હૂક અપની વાત કરીએ તો સલમાન ખાન જ ફ્રી છે. કારણ કે બાકીના બેના તો લગ્ન થયા છે, એટલે તે સલમાન ખાન સાથે હૂક અપ કરવા ઈચ્છે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK