લીલાવતી હૉસ્પિટલ પર ઝરીન ખાનનો ફૂટ્યો ગુસ્સો, જાણો શું છે આખી ઘટના

Published: Sep 22, 2020, 18:48 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai

તાજેતરમાં જ અભિનતેના અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચને પોતાની કોરોનાવાયરસની સારવાર કરાવી હતી. સારી વ્યવસ્થા માટે અમિતાભ બચ્ચને હૉસ્પિટલના સ્ટાફના સોશિયલ મીડિયા પર વખાણ પણ કર્યા હતા.

ઝરીન ખાન
ઝરીન ખાન

બોલીવુડ (Bollywood)ની જાણીતી અભિનેત્રી (Actress Zareen Khan) ઝરીન ખાને મુંબઇ (Mumbai)ની લીલાવતી (Lilavati Hospital) હૉસ્પિટલ પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. અભિનેત્રીનો આ ગુસ્સો તેના નાનાજીને હૉસ્પિટલ દ્વારા દાખલ ન કરવા પર ફૂટ્યો છે. જણાવવાનું કે લીલાવતી હૉસ્પિટલ એ જ હૉસ્પિટલ છે જ્યાં તાજેતરમાં જ અભિનતેના (Bollywood Actor Amitah Bachchan) અમિતાભ બચ્ચન અને અભિષેક (Abhishek Bachchan) બચ્ચને પોતાની (Coronavirus) કોરોનાવાયરસની સારવાર કરાવી હતી. સારી વ્યવસ્થા માટે અમિતાભ બચ્ચને હૉસ્પિટલના સ્ટાફના સોશિયલ (Social Media) મીડિયા પર વખાણ પણ કર્યા હતા.

ઝરીન ખાને પોતાના ઑફિશિયલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોતાનો એક વીડિયો શૅર કર્યો. આ વીડિયોમાં તેણે લીલાવતી હૉસ્પિટલ પર ખૂબ ગુસ્સો વ્યક્ત કર્યો છે. તેણે પોતાના 87 વર્ષના નાનાજીની તબિયત વિશે જણાવતા કહ્યું કે, "રવિવારે રાતે મારા નાનાજીની તબિયત ખરાબ થઈ ગઈ હતી. એવામાં તેમને લીલાવતી લઈ જવામાં આવ્યા. ત્યાં, તેમણે એક કોવિડ વૉર્ડ બનાવી રાખ્યું હતું, જ્યાં તે બધાનાં ટેસ્ટ કરતાં હતાં."

અભિનેત્રીએ વીડિયોમાં આગળ કહ્યું, "મારા નાનાજીનું ટેમ્પરેચર ચેક કરતી વખતે તેમનો કોવિડ-19 ટેસ્ટ પણ કરવામાં આવ્યો, જે નેગેટિવ આવ્યો હતો, કારણકે તેઓ લૉકડાઉન પછી હૉસ્પિટલ જવા માટે પહેલી વાર બહાર નીકળ્યા હતા. તેમ છતાં તેમની સારવાર શરૂ કરવામાં ન આવી. જ્યારે મેં હૉસ્પિટલના સ્ટાફને મારા નાનાજીની સારવાર માટે વાત કરી તો તેમણે કહ્યું કે અમને આમ જ કામ કરવું છે, આ અમારો પ્રોટોકૉલ છે."

વીડિયોમાં ઝરીન ખાને આગળ કહ્યું કે, "હું માત્ર મિત્રો પાસેથી સાંભળતી હતી કે જે પણ થાય આ સમયમાં હૉસ્પિટલમાં ન જતાં, તેમણે બિઝનેસ બનાવી દીધું છે. તેથી મેં વિચાર્યું કે હું તમારી સાથે શૅર કરું કે મારા નાનાજી એટલા વૃદ્ધ છે અને તેમને સારવારની જરૂર હતી, તેમ છતાં તેમને સમજાયું નહીં. જેમને આપણે કોવિડ વૉરિયર્સ કહી રહ્યા છે, હકીકતે આપણને જ્યારે તેમની જરૂર હોય ત્યારે તે આપણી સાથે આવો વ્યવહાર કરે છે."

ઝરીન ખાને વીડિયના અંતમાં કહ્યું, "અમે નાનાજીને આખરે ઘરે જ લઈને આવી ગયા અને મેં મારા તરફથી દવા આપી, જેથી તેમને થોડો આરામ મળી શકે. ત્યાર પછી સવારે તેમને ડૉક્ટર પાસે લઈ ગયા. અહીં તેમને બરાબર સારવાર મળી." સોશિયલ મીડિયા પર ઝરીન ખાનનો આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. અભિનેત્રીનાં ઘણાં ચાહકોએ આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા આપી છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK