Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ઝાયરાએ ફૅન્સને તેના ફોટો હટાવવાની વિનંતી કરી

ઝાયરાએ ફૅન્સને તેના ફોટો હટાવવાની વિનંતી કરી

23 November, 2020 04:51 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઝાયરાએ ફૅન્સને તેના ફોટો હટાવવાની વિનંતી કરી

ઝાયરા વસીમ

ઝાયરા વસીમ


ઝાયરા વસીમે તેના ફૅન્સને અપીલ કરી છે કે તે તેની લાઇફનું નવું ચૅપ્ટર શરૂ કરતી હોવાથી સોશ્યલ મીડિયામાંથી તેના ફોટો હટાવી લે. તેણે થોડા સમય પહેલાં જ બૉલીવુડ છોડવાનો નિર્ણય લીધો હતો. ‘દંગલ’થી બૉલીવુડમાં એન્ટ્રી કરનાર ઝાયરાએ ખૂબ પ્રસિદ્ધિ મેળવી હતી. હવે ફૅન્સને વિવિધ ફૅન પેજ પરથી ફોટો દૂર કરવાની વિનંતી કરી છે. એ વિશે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શૅર કરીને ઝાયરાએ લખ્યું હતું કે ‘હેલો એવરીવન. સૌએ મારા પર જે પ્રેમ અને ઉદારતા દેખાડી છે એને લઈને હું તમારો આભાર માનું છું. તમે બધા મારા માટે પ્રેમ અને સ્ટ્રેંગ્થના સ્રોત છો. તમે બધાએ મને જે પ્રકારે સપોર્ટ આપ્યો એનો હું આભાર માનું છું. તમારી કાળજી અને તમારી વિચારણાને કારણે જ હું તમને સૌને એક વિનંતી કરવા માગું છું. હું સૌને અપીલ કરવા માગું છું કે મહેરબાની કરીને તમારા અકાઉન્ટ્સમાંથી મારા ફોટો હટાવી લો. સાથે જ અન્ય ફૅન પેજિસને પણ આ વિનંતી કરું છું. ઇન્ટરનેટ પરથી એ બધા ફોટોને હટાવવા મુશ્કેલ છે, પરંતુ તમને એટલી તો અપીલ કરી શકું છું કે હવેથી એને શૅર ન કરો. આશા રાખું છું કે તમે આ દિશામાં મારી મદદ કરવાની સાથે જ મને અત્યાર સુધી જે રીતે સપોર્ટ કરતા આવ્યા છો એમ આગળ પણ કરશો. મારી લાઇફનું હું નવું ચૅપ્ટર શરૂ કરવાનો પ્રયાસ કરી રહી છું. એ માટે તમારા સાથસહકારની જરૂર છે. મારી જર્નીમાં સહભાગી થવા માટે આભાર. અલ્લાહ હંમેશાં તમારી પર કૃપા વરસાવે. હંમેશાં તમારી આભારી રહીશ. પ્રેમ અને શુભેચ્છા. ઝાયરા વસીમ.’


Whatsapp-channel Whatsapp-channel

23 November, 2020 04:51 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK