Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > 'નેવર કિસ યૉર બેસ્ટ ફ્રેન્ડ'ની લૉકડાઉન એડિશનમાં અભિનેતા ઝેઇન ઇમામ

'નેવર કિસ યૉર બેસ્ટ ફ્રેન્ડ'ની લૉકડાઉન એડિશનમાં અભિનેતા ઝેઇન ઇમામ

04 June, 2020 09:42 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

'નેવર કિસ યૉર બેસ્ટ ફ્રેન્ડ'ની લૉકડાઉન એડિશનમાં અભિનેતા ઝેઇન ઇમામ

'નેવર કિસ યૉર બેસ્ટ ફ્રેન્ડ'ની લૉકડાઉન એડિશનમાં અભિનેતા ઝેઇન ઇમામ


ટીવી ઍક્ટર ઝેઇન ઇમામ ‘નામકરણ’, ‘એક ભ્રમ... સર્વગુણ સંપન્ન’, ‘ઇશ્કબાઝ’ જેવા શો કર્યા બાદ ઝીફાઇવની સિરીઝ ‘નેવર કિસ યૉર બેસ્ટ ફ્રેન્ડ’ની લૉકડાઉન એડિશનમાં જોવા મળશે. ‘નેવર કિસ યૉર બેસ્ટ ફ્રેન્ડ’ રોમૅન્ટિક કૉમેડી-શો છે જેમાં નકુલ મહેતા અને આન્યા સિંહ લીડ રોલમાં છે. આ શો સુમ્રિત શાહીની નૉવેલ ‘નેવર કિસ યૉર બેસ્ટ ફ્રેન્ડ’ પર બેઝ્ડ છે અને એમાં બે બેસ્ટ ફ્રેન્ડની વાત છે જે જુદા પડ્યાનાં પાંચ વર્ષ બાદ મળે છે. લૉકડાઉન એડિશનમાં ઝેઇન ઇમામ યુવાનો સાથે વધુ સારી રીતે કનેક્ટ થશે એવી મેકર્સને આશા છે.

ઝેઇન ઇમામે એવો ખુલાસો પણ કર્યો છે કે આ શોની પહેલી સીઝન માટે તેને એપ્રોચ કરવામાં આવ્યો હતો. ઝેઇને કહ્યું કે ‘આ શોના પ્રોડ્યુસરને હું સારી રીતે ઓળખું છું અને પહેલી સીઝન માટે મને એપ્રોચ કરવામાં આવ્યો હતો, પણ હું ત્યારે સમય ન ફાળવી શક્યો અને જ્યારે તેમણે મને લૉકડાઉન એડિશનમાં કામ કરવાનું કહ્યું ત્યારે હું ના ન કહી શક્યો. હું નકુલ મહેતા સાથે ‘ઇશ્કબાઝ’માં કામ કરી ચૂક્યો છું અને આ શોની પહેલી સીઝન મને ગમી હતી. આ શો થકી મને યુવાનો સાથે કનેક્ટ થવાનો મોકો મળ્યો છે.’


Whatsapp-channel Whatsapp-channel

04 June, 2020 09:42 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK