રાજીવ કપૂરનો જન્મ ૧૯૬૨ની ૨૫ ઑગસ્ટે થયો હતો. તેઓ કપૂર ફૅમિલીના સદસ્ય અને રાજ કપૂરના સૌથી નાના દીકરા હતા. તેમના ભાઈઓ રણધીર કપૂર અને રિશી કપૂરની જેમ તેઓ પણ ઍક્ટર બન્યા હતા. ૧૯૮૩માં આવેલી ‘એક જાન હૈં હમ’ દ્વારા તેમણે બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. ૧૯૮૫માં આવેલી રાજ કપૂરની ડિરેક્ટર તરીકેની છેલ્લી ફિલ્મ ‘રામ તેરી ગંગા મૈલી’માં તેમણે કામ કર્યું હતું. તેમણે આ સિવાય ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું જેમાંની ૧૯૮૪માં આવેલી ‘આસમાન’, ૧૯૮૫માં આવેલી ‘લવર બૉય’ અને ‘ઝબરદસ્ત’, ૧૯૮૮માં આવેલી ‘હમ તો ચલે પરદેશ’ને લોકોએ ખૂબ જ પસંદ કરી હતી. તેઓ ૧૯૯૦માં આવેલી ‘ઝિમ્મેદાર’માં છેલ્લી વાર ઍક્ટર તરીકે જોવા મળ્યા હતા. ત્યાર બાદ તેમણે ડિરેક્ટર અને પ્રોડ્યુસરની જવાબદારી સંભાળી હતી.
આ પણ જુઓ: રાજીવ કપૂરના અંતિમ સંસ્કારમાં પહોંચ્યાં ફ્રેન્ડ્સ અને ફૅમિલી
૧૯૯૧માં તેમણે રણધીર કપૂર દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી ‘હિના’ને પ્રોડ્યુસ કરી હતી. ૧૯૯૬માં તેમણે કમર્શિયલી નિષ્ફળ ફિલ્મ ‘પ્રેમ ગ્રંથ’ને ડિરેક્ટ કરી હતી. આ ફિલ્મમાં રિશી કપૂર અને માધુરી દીક્ષિતે કામ કર્યું હતું. ૧૯૯૯માં રિશી કપૂર દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી ‘આ અબ લૌટ ચલે’ને તેમણે પ્રોડ્યુસ કરી હતી. ૨૦૦૧માં તેમણે આરતી સભરવાલ સાથે લગ્ન કર્યાં હતાં. તેમને બૉલીવુડમાં ચિમ્પુના નામથી ઓળખવામાં આવતા હતા. તેમને અટૅક આવતાં રણધીર કપૂર તેમને મુંબઈની ઇનલેક હૉસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં તેમને ડૉક્ટર દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
બાપ-દાદાની મિલકત કે ગડા ઇલેક્ટ્રૉનિક્સ કોની પસંદગી કરશે જેઠાલાલ
2nd March, 2021 14:27 ISTસંજય ગગનાની જણાવે છે પોતાની રીએન્ટ્રી વિશે
2nd March, 2021 12:43 ISTમન કી આવાઝ પ્રતિજ્ઞા 2માં અથર સિદ્દીકી નેગેટિવ રોલમાં
2nd March, 2021 12:40 ISTCONFIRMED: કાર્તિક આર્યને આપ્યા બ્રેકિંગ ન્યૂઝ, નેટફ્લિક્સ પર કરશે 'ધમાકા'
2nd March, 2021 12:26 IST