શાદી મુબારકમાં કૅટીની એક્સ-વાઇફ તરીકે કોણ આવશે?

Published: 28th October, 2020 15:30 IST | Gujarati Mid-day Correspondent | Ahmedabad

માનવ ગોહિલના પાત્ર ‘કૅટી’ની ભૂતપૂર્વ પત્ની તરીકે ‘નામકરણ’ અને ‘ચન્દ્રગુપ્ત મૌર્ય’ જેવી સિરિયલોની જાણીતી ઍક્ટ્રેસની એન્ટ્રી થવાની છે

બરખા બિશ્ત
બરખા બિશ્ત

સ્ટાર પ્લસનો નવો શો ‘શાદી મુબારક’ એની લીડ અભિનેત્રી રાજશ્રી ઠાકુરની એક્ઝિટને લીધે હાલ ચર્ચામાં છે. રાજશ્રીએ પ્રોડક્શન-ટીમ સાથે મતભેદ થતાં આ શો છોડ્યો છે એવું કહેવાય છે. જોકે રાજશ્રીનું કહેવું છે કે તેણે પોતાની તબિયતને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. રાજશ્રીની જગ્યા ‘મિલે જબ હમ તુમ’ ફેમ રતિ પાંડેએ લીધી છે. આ શોમાં માનવ ગોહિલના પાત્ર ‘કૅટી’ની ભૂતપૂર્વ પત્નીનો વારંવાર ઉલ્લેખ થાય છે, પણ એ કોણ છે એ હજી બતાવવામાં નથી આવ્યું. જોકે એ કૅરૅક્ટરથી દર્શકો હવે રૂબરૂ થવાના છે.
કૅટીની એક્સ-વાઇફ તરીકે બરખા સેનગુપ્તા એન્ટ્રી કરવાની છે. તેનો રોલ શોમાં મહત્ત્વનો ટ્વિસ્ટ લાવશે. બરખા ‘પ્યાર કે દો નામ - એક રાધા એક શ્યામ’, ‘નામકરણ’, ‘ચન્દ્રગુપ્ત મૌર્ય’ વગેરે ટીવી-સિરિયલથી જાણીતી બની છે. તે છેલ્લે વિવેક ઑબેરૉય સાથે ફિલ્મ ‘પીએમ નરેન્દ્ર મોદી’માં જોવા મળી છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK