નેપોટિઝમને કારણે એન્ટ્રી તરત જ મળે છે, પરંતુ ટકી રહેવું ખૂબ મુશ્કેલ છે: શ્રુતિ હાસન

Published: Jul 29, 2020, 08:30 IST | Gujarati Mid-day Correspondent | Mumbai

શ્રુતિ હાસનની ફિલ્મ ‘યારા’ 30 જુલાઈએ Zee5 પર રિલીઝ થઈ રહી છે

શ્રુતિ હાસન
શ્રુતિ હાસન

શ્રુતિ હાસનનું કહેવું છે કે નેપોટિઝમને કારણે ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી તો સરળતાથી મળી જાય છે, પરંતુ એમાં ટકી રહેવું ખૂબ જ મુશ્કેલ છે. કમલ હાસનની મોટી દીકરી શ્રુતિ માટે ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી મેળવવી સહેલી હતી, પરંતુ ગળાકાપ સ્પર્ધાને કારણે તેના માટે ટકી રહેવું ખૂબ જ મુશ્કેલ બની ગયું હતું. તેની ફિલ્મ ‘યારા’ 30 જુલાઈએ Zee5 પર રિલીઝ થઈ રહી છે. આ વિશે વાત કરતાં શ્રુતિએ કહ્યું હતું કે ‘મારે એ તો કહેવું રહ્યુંુ કે મારા પેરન્ટ્સને કારણે હું જે પણ લોકોની આસપાસ મોટી થઈ છું તેમને કારણે ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરવી મારા માટે ખૂબ જ સરળ હતી. મને મારી સરનેમને કારણે એ મળ્યું હતું અને હું એ વિશે ખોટું નહીં બોલું. જોકે હું લાઇફમાં ખૂબ જ ધીમે-ધીમે બધું શીખું છું. યોગ્ય લોકો પાસે કેવી રીતે પહોંચવું એ પણ મને નહોતી ખબર. સોશ્યલી હજી પણ હું દૂર જ રહું છું. મારા પેરન્ટ્સને કારણે મને ઘણા ફાયદા થયા હતા એ હકીકત છે. જોકે ઓવરઑલ મારી મુસાફરી ખૂબ જ મુશ્કેલ રહી હતી. એન્ટ્રી મળવી સરળ છે, પરંતુ ઇન્ડસ્ટ્રીમાં ટકી રહેવું એટલું જ મુશ્કેલ છે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK