થિએટરમાં જઈને કોઈ પણ વ્યક્તિ કેલક્યુલેશન કરી શકે છે: અક્ષયકુમાર

Published: Nov 04, 2019, 11:45 IST | મુંબઈ

હાઉસફુલ 4ના કલેક્શનને લઈને થયેલા વિવાદ વિશે અક્ષયકુમાર કહ્યું...

અક્ષયકુમાર
અક્ષયકુમાર

અક્ષયકુમારનું કહેવું છે કે ‘હાઉસફુલ 4’ના કલેક્શનને લઈને જેને પણ પ્રોબ્લેમ હોય તે પોતે જઈને ચૅક કરી શકે છે. આ ફિલ્મે ૯ દિવસમાં ૧૫૯.૪૬ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. ફોક્સ સ્ટાર હિન્દીના ટ્વિટર એકાઉન્ટ પર આ આંકડો આપવામાં આવ્યો છે. ફિલ્મની ક્રિટીક્સ દ્વારા ખૂબ જ ટીકા કરવામાં આવી હતી. જોકે દર્શકોએ દિવાળી હોવાથી આ ફિલ્મને વધાવી હતી. આથી બિઝનેસનો આંકડો ખૂબ જ આવતાં કેટલાક લોકો કહીં રહ્યાં છે કે આ આંકડા ખોટા છે.

આ વિશે પૂછતાં અક્ષયકુમારે કહ્યું હતું કે ‘આ ફિલ્મ સાથે ફોક્સ સ્ટાર સ્ટુડિયો સંકળાયેલો છે. તેની ક્રેડિબિલિટી ખૂબ જ વધુ છે. આ સ્ટુડિયોને લોસ એન્જલસમાંથી ઓપરેટ કરવામાં આવે છે. બિઝનેસના આંકડા ખોટા દેખાડવામાં આવે એ શક્ય નથી. આપણે આપડું થોડુ મગજ ઉપયોગ કરવું જોઈએ. તેઓ મિલ્યન્સ અને મિલ્યન્સ ડૉલરમાં ફિલ્મો બનાવે છે. કલેક્શનમાં ત્રણ-ચાર આંકડવા વધુ ઉંમેરવામાં તેમને કંઈ મળી નથી જવાનું.

આ પણ જુઓ : Nach Baliye 9: પ્રિન્સ નરુલા અને યુવિકા ચૌધરી બન્યા વિનર, જુઓ તસવીરો

આપણે સેન્સની વાત કરીએ તો તેઓ તેમના ટ્વિટર એકાઉન્ટ પર આ આંકડા મુકી રહ્યાં છે. આ આંકડા દરેક વ્યક્તિ જોઈ શકે છે અને તેમણે દરેકને રિપૉર્ટ કરવાનું રહે છે. આથી આ વિશે કોઈ જુઠ્ઠુ નહીં બોલે. કોઈને પણ પ્રોબ્લેમ હોય તો તેઓ થિએટરમાં જઈને કલેક્શનના આંકડા જાતે ચૅક કરી શકે છે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK