હૉટ યોગ કરાવનાર બદનામ બાબા બિક્રમ ચૌધરી પરની ડૉક્યુમેન્ટરી

Published: Nov 13, 2019, 12:57 IST | Ahmedabad

‘બિક્રમ : યોગી, ગુરુ, પ્રિડેટર’ ૨૦ નવેમ્બરે નેટફ્લિક્સ પર રિલીઝ

બિક્રમ ચૌધરી
બિક્રમ ચૌધરી

જાણીતું ડિજિટલ સ્ટ્રીમિંગ પ્લૅટફૉર્મ નેટફ્લિક્સ એક પછી એક ગુરુ-બાબાઓની ડૉક્યુ-ડ્રામા રિલીઝ કરી રહ્યું છે. ડૉક્યુ-ડ્રામા એટલે જેમાં રિયલ ફુટેજિસ, ક્લિપ્સ અને ઇન્ટરવ્યુ હોય અને એની સાથે અમુક ઘટનાઓનું નાટ્યરૂપાંતર પણ કરવામાં આવ્યું હોય, જેને કારણે જે-તે વિષય કંટાળાજનક ઓછો લાગે અને એને લગતી સાચી હકીકતથી પણ લોકો વાકેફ થાય. હવે જન્મે ભારતીય અને અમેરિકન યોગ-ટીચર બિક્રમ ચૌધરી જેમણે ‘બિક્રમ યોગા’ નામની પોતાની સિસ્ટમ (કંપની સ્થાપી) શરૂ કરી એ અત્યંત લોકપ્રિય થઈ. તેમના ખાતામાં પૈસા અને ફૉલોઅર્સ બન્નેમાં ધરખમ વધારો થયો. સમય જતાં બિક્રમ પર મહિલાઓએ જાતીય સતામણી અને રેપના આરોપ મૂક્યા, લૉસ ઍન્જલસમાં તેમની વિરુદ્ધ વૉરન્ટ બહાર પડ્યું વગેરે તમામ ઘટનાઓને આવરી લેતી ડૉક્યુ-ફિલ્મ નેટફ્લિક્સ પર આવવાની છે.

ઈવા ઓર્નરે ડિરેક્ટ કરેલી ‘બિક્રમ : યોગી, ગુરુ, પ્રિડેટર’ ડૉક્યુમેન્ટરીનું ટૉરન્ટો ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રીમિયર યોજાયું હતું અને ત્યાર બાદ મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલમાં એ દર્શાવાઈ હતી. ૮૬ મિનિટની ડૉક્યુમેન્ટરીમાં બિક્રમનાં યોગ-સેશન્સના રિયલ ફુટેજિસ, જૂના ઇન્ટરવ્યુઝ, ત્યાં યોગ શીખવા જતા વિદ્યાર્થીઓ સાથેની વાતચીત અને જેમણે રેપ અને જાતીય સતામણીનો આરોપ મૂક્યો હતો એમાંની અમુક મહિલાઓ સાથેની વાતચીતના વિડિયો પણ દર્શાવાશે. જોકે આ ડૉક્યુ-ફિલ્મ માટે બિક્રમ ચૌધરીએ પોતે ઇન્ટરવ્યુ આપનાની ના પાડી હતી.

આ પણ જુઓ : Happy Birthday Juhi Chawla: રૅર અને યુવાનીના ફોટોઝ પર કરો એક નજર

બિક્રમ ચૌધરીને ‘હૉટ યોગ’થી મળેલી પ્રસિદ્ધિ અને ત્યાર બાદ થયેલી પડતી એ બન્ને પહેલુઓ ૨૦ નવેમ્બરે નેટફ્લિક્સ પર રિલીઝ થનારી ડૉક્યુમેન્ટરીમાં બતાવાશે એવું મેકર્સે જણાવ્યું હતું. ‘બિક્રમ : યોગી, ગુરુ, પ્રિડેટર’ની ડિરેક્ટર ઈવા ઓર્નર અગાઉ ‘ધ નેટવર્ક’, ‘ચેઝિંગ અસાઇલમ’ અને ‘આઉટ ઑફ ઇરાક’ જેવી અવૉર્ડ-વિનર ડૉક્યુમેન્ટરી બનાવી ચૂકી છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK