Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > યો યોની ધમાકેદાર વાપસી, 'દિલ ચોરી' માટે જીત્યો સોંગ ઑફ ધ યર એવોર્ડ

યો યોની ધમાકેદાર વાપસી, 'દિલ ચોરી' માટે જીત્યો સોંગ ઑફ ધ યર એવોર્ડ

20 February, 2019 09:34 PM IST |

યો યોની ધમાકેદાર વાપસી, 'દિલ ચોરી' માટે જીત્યો સોંગ ઑફ ધ યર એવોર્ડ

હની સિંહ (ફાઇલ ફોટો)

હની સિંહ (ફાઇલ ફોટો)


સંગીતની દુનિયામાં યો યો હનીસિંહે જબરદસ્ત વાપસી કરી છે. મુંબઈમાં તાજેતરમાં જ યોજાયેલા મ્યુઝિક એવોર્ડ્સમાં હનીસિંહે ચાર્ટબસ્ટર ગીત 'દિલ ચોરી' માટે સોંગ ઑફ ધ યરનો એવોર્ડ પોતાના નામે કરી લીધો છે.

દિલ ચોરીની સાથે 2018માં શાનદાર વાપસી કરનારા યો યો હની સિંહ 'છોટે છોટે પેગ', 'દિલ ચોરી', 'ઉર્વશી' જેવા ચાર્ટબસ્ટર ગીતો સાથે પ્રશંસકોનું મનોરંજન કરી ચૂક્યા છે અને તેમના કમબેક વીડિયો 'મખના'ને યુટ્યૂબ પર 100 મિલિયનથી વધુ વાર જોવામાં આવ્યો હતો.



યો યો હનીસિંહે પોતાના વેરિફાઇડ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક હૃદયસ્પર્શી ફોટો શેર કર્યો છે, જ્યાં તેમની માતા અને તેમની સાસુમા પોતાના હાથોમાં હની સિંહ દ્વારા દિલ ચોરી ગીત માટે જીતવામાં આવેલા એવોર્ડને હાથમાં લઈને ઊભેલી જોવા મળી રહી છે. તસવીર શેર કરીને યો યો હની સિંહે લખ્યું, ""
"Dil Chori got Song of The Year Award my mom n mom in law so happy!! #yoyohoneysinghfans #mirchimusicawards2018 #yoyohoneysingh"


હનીસિંહે ઇન્સ્ટાગ્રામ પર ફોટો શેર કર્યો


આ પહેલા યો યો હનીસિંહ સંગીત જગતમાં પોતાના અસાધારણ કામ માટે અનેક પુરસ્કારો જીતી ચૂક્યા છે. હવે દિલ ચોરી માટે મિર્ચી મ્યુઝિક એવોર્ડની સાથે હનીસિંહે પોતાના શાનદાર કલેક્શનમાં એક વધુ એવોર્ડ સામેલ કરી લીધો છે.

વર્ષ 2018માં યો યો હનીસિંહે દિલ ચોરી અને છોટે છોટે પેગ, (બંને ગીતો 'સોનુ કે ટીટુ કી સ્વીટી' ફિલ્મના, 2018), ધિસ પાર્ટી ઇઝ ઓવર નાઉ (મિત્રોં, 2018), રંગતારી (લવયાત્રી, 2018), શાહિદ કપૂર-કિયારા અડવાણી પર ફિલ્માવાયેલું સિંગલ ઉર્વશી જેવા ઘણા ચાર્ટબર્સ્ટ્સ ગીતોની સાથે દર્શકોનાં દિલ જીતી લીધાં હતાં.

યો યો હનીસિંહે પોતાના અસાધારણ સંગીત અને અનુપમ શૈલીની સાથે ભારતીય સંગીત ઉદ્યોગને દીવાનું બનાવી લીધું છે. આ સાથે જ તેમણે ફરી એકવાર પોતાના પ્રશંસકોના દિલો પર પોતાનો જાદૂ વિખેરી દીધો છે.

મખના તેની રીલીઝની સાથે ટુંક સમયમાં જ એક સુપર ડુપર હિટ ગીત બની ગયું છે અને આ સાથે યો યો હની સિંહ એકવાર ફરી પોતાના પ્રશંસકોનું મન જીતવામાં સફળ રહ્યા છે.

આ પણ વાંચો: નાયકની સીક્વલ બનાવવી સારો આઇડિયા છે : અનિલ કપૂર

કામની વાત કરીએ તો યો યો હની સિંહ હાલ ઘણા પ્રોજેક્ટ્સ પર કામ કરી રહ્યા છે, જેના માટે તેઓ જોરશોરથી તૈયારી કરી રહ્યા છે અને પોતાના તમામ પ્રશંસકોનું અન્ય હિટ ગીતો સાથે મનોરંજન કરવા માટે તૈયાર છે.

Whatsapp-channel Whatsapp-channel

20 February, 2019 09:34 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK