રામાયણ પરના સવાલ મામલે ટ્રોલ થયા બાદ સોનાક્ષીએ આપ્યો આવો જવાબ...

Published: Sep 21, 2019, 16:57 IST | મુંબઈ

કૌન બનેગા કરોડપતિમાં રામાયણને લગતા સવાલનો જવાબ ન આવડવાથી સોનાક્ષી સિન્હા ટ્રોલ થઈ રહી છે. જેનો હવે સોનાક્ષીએ જવાબ આપ્યો છે.

ટ્રોલ થયા બાદ સોનાક્ષીએ આપ્યો આવો જવાબ..
ટ્રોલ થયા બાદ સોનાક્ષીએ આપ્યો આવો જવાબ..


કેબીસી 11માં રામાયણ સાથે જોડાયેલા સવાલનો જવાબ આપવામાં નિષ્ફળ રહેલી સોનાક્ષી સિન્હાએ ટ્વિટર પર સફાઈ આપી છે. તેણે ટ્રોલર્સને લખ્યું કે, 'પ્યારા જાગેલા ટ્રોલર્સ. મને પાયથાગોરસનો પ્રમેય, મર્ચન્ટ ઑફ વેનિસ, પીડિયોડિક ટેબલ, મુગલ વંશ અને બીજું ઘણું યાદ નથી..એ પણ યાદ નથી, જો તમારી પાસે કોઈ કામ નથી અને એટલો જ ટાઈમ છે તો આ બધું પણ બનાવોને. મને મીમ્સ પસંદ છે.'


મહત્વનું છે કે સોનાક્ષી સિન્હાને કૌન બનેગા કરોડપતિમાં પૂછવામાં આવ્યું હતું કે, હનુમાનજી કોના માટે સંજીવની બૂટી ઉઠાવીને લાવ્યા હતા અને આ સવાલનો જવાબ આપવા માટે તેણે અસમર્થતા વ્યક્ત કરી હતી અને એ માટે લાઈફલાઈન પણ લીધી હતી. જે બાદ તેને ટ્રોલ કરવામાં આવી હતી.

સોનાક્ષી સિન્હા હાલ માલદીવ્સમાં વેકેશન માણી રહી છે. ત્યાંથી તેના ફોટોસ અને વીડિયોઝ સામે આવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર ટ્રોલર કરનારા લોકોએ એ પણ લખ્યું કે તેમના પિતાનું નામ શત્રુઘ્ન સિન્હા છે. તેમના કાકાનું નામ રામ, લક્ષ્મણ અને ભરત છે. તેમના ભાઈઓનું નામ લવ અને કુશ છે. સોનાક્ષી જે બંગલામાં રહે છે તેનું નામ રામાયણ છે.

આ પણ જુઓઃ સાડીઓ છે સ્મૃતિ ઈરાનીનો પહેલો પ્રેમ...આ તસવીરો છે પુરાવો

એવામાં તમામ લોકો એમ વિચારી રહ્યા છે કે તેના ઘરમાં રામાયણ સાથે જોડાયેલી આટલી બધી વાતો ઉપલબ્ધ છે. તેને આટલા સામાન્ય સવાલનો જવાબ ન આવડ્યો. જેના લીધે સોનાક્ષીને ટ્રોલ કરવામાં આવી રહી છે. સોનાક્ષી જલ્દી જ દબંગ 3માં જોવા મળશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK