યસ ટુ લાઇફ નો ટુ ટબૅકો

Published: Jun 02, 2020, 22:00 IST | Mumbai Correspondence | Mumbai Desk

૧પ૦ મિનિટની આ કૉન્ફરન્સમાં સલીમ-સુલેમાનથી લઈને વિશાલ દાદલાણી, શાન, કુણાલ ગાંજાવાલા, બેની દયાલ, શાદાબા ફરીદી, નેહા ભસીન, જોનિતા ગાંધી, શિલ્પા રાવ, ભૂમિ ત્રિવેદી, આકૃતિ કક્કર, મમતા શર્મા અને અદિતિ સિંહ જેવા ૩૦થી વધુ સ્ટારસિંગર્સ ભાગ લેશે.

બોલીવુડ સિતારા
બોલીવુડ સિતારા

કૅન્સર પેશન્ટ્સ એઇડ અસોસિએશન દ્વારા વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન અને કુટુંબ કલ્યાણ મંત્રાલયના સહયોગ સાથે રવિવારે રાતે ૮ વાગ્યે એક ઑનલાઇન કૉન્સર્ટનું આયોજન કર્યું છે. ૧પ૦ મિનિટની આ કૉન્ફરન્સમાં સલીમ-સુલેમાનથી લઈને વિશાલ દાદલાણી, શાન, કુણાલ ગાંજાવાલા, બેની દયાલ, શાદાબા ફરીદી, નેહા ભસીન, જોનિતા ગાંધી, શિલ્પા રાવ, ભૂમિ ત્રિવેદી, આકૃતિ કક્કર, મમતા શર્મા અને અદિતિ સિંહ જેવા ૩૦થી વધુ સ્ટારસિંગર્સ ભાગ લેશે. 

‘વર્લ્ડ નો ટબૅકો વીક’ અંતર્ગત યોજાનારી કૉન્સર્ટ ‘યેસ ટુ લાઇફ, નો ટુ ટબ’કો’નો મુખ્ય હેતુ એ છે કે લૉકડાઉનના આ સમયગાળામાં કૅન્સરના પેશન્ટ્સને સહાય મળવાનું અઘરું થઈ રહ્યું છે ત્યારે તેમને આ પ્લૅટફૉર્મથી આર્થિક સાથ-સહકાર મળી રહે. કૅન્સર પેશન્ટ્સ એઇડ અસોસિએશનનાં તમામ સોશ્યલ મીડિયા અકાઉન્ટ પરથી લાઇવ થનારી આ કૉન્સર્ટ દરમ્યાન કૅન્સરના પેશન્ટ્સ આપવીતી વર્ણવીને તમાકુનું સેવન કરનારાઓને પણ એ છોડવા વિશે સમજાવશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK