યે ઉન દિનોં કી બાત હૈ ફેમ મધુશ્રી શર્મા કલર્સના શો બૅરિસ્ટર બાબુમાં

Published: Jan 01, 2020, 13:04 IST | Ahmedabad

અગાઉ સમાચાર હતા કે કલર્સ પર બાળવિવાહ વિષય પર બીજો એક શો આવવાનો છે.

મધુશ્રી શર્મા
મધુશ્રી શર્મા

અગાઉ સમાચાર હતા કે કલર્સ પર બાળવિવાહ વિષય પર બીજો એક શો આવવાનો છે. આ શોનું નામ હશે ‘બૅરિસ્ટર બાબુ.’ શશી સુમીત પ્રોડક્શન્સ નિર્મિત આ શોમાં એક યુવતી જેનાં બાળપણમાં લગ્ન થઈ ગયાં છે તેની વાર્તા રજૂ કરવામાં આવશે. ત્યાર બાદ તેનો પતિ એ યુવતીને યોગ્ય ભણતર મળે અને તે ભણીગણીને બૅરિસ્ટર બને એની જવાબદારી ઉપાડશે. ‘બૅરિસ્ટર બાબુ’નું બૅકડ્રૉપ બંગાળનું લેવામાં આવશે.

સ્ટાર પ્લસના ‘કહાં હમ કહાં તુમ’ ફેમ અભિનેતા પ્રવિષ્ટ શર્મા ‘બૅરિસ્ટર બાબુ’માં યુવતીના પતિનો રોલ ભજવશે. આ ઉપરાંત, બર્ષા ચૅટરજી, ચંદન આનંદ, પલ્લવી મુખરજી અને દેવ આદિત્ય પણ આ સિરિયલમાં જોવા મળશે; તો સોની ટીવી પર આવતી કમિંગ-ઑફ-એજ રોમૅન્ટિક પિરિયડ ડ્રામા ‘યે ઉન દિનોં કી બાત હૈ’માં બેલા અગ્રવાલનું પાત્ર ભજવીને જાણીતી થયેલી અભિનેત્રી મધુશ્રી શર્મા પણ ‘બૅરિસ્ટર બાબુ’માં જોડાઈ છે. તે દેવ આદિત્યની માતાનો રોલ કરશે. મુખ્ય પાત્રના માતાના રોલમાં સ્ટાર ભારતની સિરિયલ ‘મુસ્કાન’ ફેમ અરિના ડે દેખાશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK