Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > યે રિશ્તે..ના સેટ પર આગની ઘટનામાં રિયા શર્મા માટે રક્ષક બન્યો શાહીર શેખ

યે રિશ્તે..ના સેટ પર આગની ઘટનામાં રિયા શર્મા માટે રક્ષક બન્યો શાહીર શેખ

17 May, 2019 09:13 AM IST | મુંબઈ

યે રિશ્તે..ના સેટ પર આગની ઘટનામાં રિયા શર્મા માટે રક્ષક બન્યો શાહીર શેખ

શાહીર શેખ

શાહીર શેખ


‘યે રિશ્તે હૈં પ્યાર કે’ના સેટ પર આગમાં સપડાયેલી રિયા શર્માને બચાવવા માટે શાહીર શેખ આગળ આવ્યો હતો. આગની સીક્વન્સ દરમ્યાન મિશ્ટીનું પાત્ર ભજવતી રિયાનાં કપડાંમાં અચાનક જ આગ લાગી હતી. એને ઓલવવા માટે અબીરની ભૂમિકા ભજવી રહેલા શાહીરે આગમાંથી રિયાને ઉગારી લીધ હતી. બનાવની વિગત જાણીએ તો એપિસોડમાં દેખાડવામાં આવે છે કે અબીર એક આર્ટ અેક્ઝિબિશનનું આયોજન કરે છે. આ અેક્ઝિબિશનમાં અયાનક આગ લાગે છે. આગના એ શૂટિંગ દરમ્યાન જ ખરેખર રિયાનાં કપડાંમાં આગ લાગી જાય છે. તે આગને ઓલવવાનો પ્રયાસ કરે છે, પણ આગ વધુ વિકરાળ બની રહી હતી. શાહીરે આ વાતની નોંધ લીધી. કંઈ પણ વિચાર્યા વગર તે આગમાં કૂદી પડ્યો હતો. શાહીરે આવી રીતે રિયાને આગમાંથી બચાવી લીધી. ત્યાર બાદ સેટ પર હાજર ડૉક્ટરને બોલાવીને રિયાનું ચેક-અપ પણ કરવામાં આવ્યું હતું. રિયા માટે શાહીર ખરા અર્થમાં હીરો બનીને આવ્યો હતો.

આ પણ વાંચોઃ સેન્સરશિપ કોઈ સોલ્યુશન નથીઃએક્તા કપૂર


Whatsapp-channel Whatsapp-channel

17 May, 2019 09:13 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK