'મર્દાની 2'થી લઈને 'મણિકર્ણિકા' સુધી, પડદા પર આ અભિનેત્રીઓની ધૂમ

Published: Dec 10, 2019, 13:37 IST | Mumbai Desk

દર વર્ષની જેમ આ વર્ષે પણ કેટલીય એવી ફિલ્મો આી જેણે બૉક્સ ઑફિસ પર જીત હાંસલ કરી. જો કે, દરવર્ષની જેમ આ વર્ષે કેટલીય ફિલ્મો એવી પણ આવી જે લોકોના મનમાં પોતાની જગ્યા બનાવવામાં નિષ્ફળ રહી.

વર્ષ 2019 પૂરું થવામાં હવે બસ થોડાંક જ દિવસો બાકી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ કેટલીય એવી ફિલ્મો આી જેણે બૉક્સ ઑફિસ પર જીત હાંસલ કરી. જો કે, દરવર્ષની જેમ આ વર્ષે કેટલીય ફિલ્મો એવી પણ આવી જે લોકોના મનમાં પોતાની જગ્યા બનાવવામાં નિષ્ફળ રહી. કેટલીક ફિલ્મોને તેના હિરોને કારણે યાદ કરવામાં આવી, તો કેટલીક તેની હીરોઇન્સને કારણે.

આ વર્ષે મોટા પડદા પર એવી કેટલીય મહિલા પ્રધાન ફિલ્મો રિલીઝ થઇ જેમણે સાબિત કર્યું કે ફિલ્મને હિટ કરાવવા માટે હીરોની જરૂર નથી હોતી. આજે આપણે એવી જ કેટલીક ફિલ્મોની વાત કરવાના છીએ જે આ વર્ષે હિટ થઈ કે ચર્ચામાં રહી.

મણિકર્ણિકાઃ ધ ક્વીન ઑફ ઝાંસી
25 જાન્યુઆરી 2019ના રિલીઝ થયેલી આ ફિલ્મમાં કંગના લીડ રોલમાં હતી. આ ફિલ્મમાં કંગનાએ ઝાંસીની રાણીની ભૂમિકા ભજવી હતી. એટલું જ નહીં આ ફિલ્મનું નિર્દેશન પણ પોતે કંગનાએ જ કર્યું હતું. બૉક્સ ઑફિસ પર ભલે 'મણિકર્ણિકા'એ ખાસ કમાલ ન દર્શાવ્યું, પણ ફિલ્મોમાં તેમની એક્ટિંગના ખૂબ જ વખાણ કર્યા હતા.

એક લડકી કો દેખા તો ઐસા લગાઃ
1 ફેબ્રુઆરી 2019ના રિલીઝ થયેલી આ ફિલ્મમાં સોનમ કપૂર લીડ એક્ટ્રેસ હતી. તો અનિલ કપૂરે તેના પિતાનું પાત્ર ભજવ્યું હતું જે સાઇડ રોલ હતું. આ ફિલ્મમાં સોનમે એક એવી સ્ટોરીની પસંદગી કરી હતી જેને પડદા પર બતાવવી સરળ નથી. ફિલ્મમાં સોન લેસ્બિયન બની હતી. ફિલ્મ દ્વારા તેણે એક લેસ્બિયનના જીવન પર પ્રકાશ પાડ્યો હતો.

ધ ઝોયા ફેક્ટરઃ
20 ડિસેમ્બર 2019ના રિલીઝ થયેલી ફિલ્મમાં પણ સોનમ કપૂર જ લીડ એક્ટ્રેસ હતી. ફિલ્મની આખી સ્ટોરી એક એવી છોકરીની આસપાસ ફરે છે જે પોતાને અનલકી માને છે. આ ફિલ્મમાં સોનમ સાથે દુલકર સલમાન લીડ રોલમાં હતો.

સાંડ કી આંખઃ
25 ઑક્ટોબર 2019ના રિલીઝ થયેલી આ ફિલ્મમાં તાપસી પન્નૂ અને ભૂમિ પેડણેકરે વૃદ્ધ મહિલાઓનું પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મમાં તાપસી અને ભૂમિ શૂટર દાદી બની હતી. ફિલ્મમાં બન્નેના રોલને લઈને કેટલાક સેલેબ્સે તેનો વિરોધ પણ કર્યો હતો. આ સ્ટોરી બે દાદીઓની રિયલ લાઇફ પર આધારિત હતી.

આ પણ વાંચો : આ સુંદર તસવીરોના લીધે ચર્ચામાં છે એક્ટ્રેસ ડાયના પેન્ટી, જુઓ તસવીરો

મર્દાની 2:
આ ફિલ્મ બે દિવસ પછી એટલે કે 13 ડિસેમ્બરે મોટા પડદા પર રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં રાની મુખર્જી લીડ રોલમાં છે. ખાસ વાત એ છે કે આ ફિલ્મમાં તેની સાથે કોઇપણ મેલ એક્ટર લીડ રોલમાં નથી. ફિલ્મમાં રાની મુખર્જી એક પોલીસ ઑફિસર બની છે જે યૌન શોષણનો મામલ ઉકેલે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK