બોલીવુડ માટે 2018નું વર્ષ રહ્યું અભિનેત્રીઓને નામ

Published: 26th December, 2018 17:53 IST

આ ત્રણ ફિલ્મોએ 2018ને બોલીવુડમાં મહિલા સશક્તિકરણનું વર્ષ બનાવી દીધું. સાથે જ ત્રણેય હિરોઈન્સ માટે પણ 2018નું વર્ષ શાનદાર સાબિત થયું.

રાઝી, પદ્માવત અને સ્ત્રી રહી યાદગાર ફિલ્મ
રાઝી, પદ્માવત અને સ્ત્રી રહી યાદગાર ફિલ્મ

2018નું વર્ષ બોલીવુડ માટે ઘણી રીતે ખાસ રહ્યું છે. ખાસ કરીને 2018માં મહિલા કેન્દ્રી ફિલ્મોએ પણ સારું પ્રદર્શન કર્યું. હિરોઈક ફિલ્મો માટે જાણીતા બોલીવુડમાં 2018ની વર્ષમાં હિરોઈન્સે પણ સિલ્વર સ્ક્રીન પર શાનદાર પ્રદર્શન કર્યું છે.

'પદ્માવત'


ફિલ્મ 'પદ્માવત'માં રાણી પદ્મિનીની ભૂમિકામાં દીપિકા પાદુકોણે પોતાની એક્ટિંગથી દર્શકોના દિલમાં જગ્યા બનાવી લીધી. પોતાના રોલમાં રાણી 'પદ્માવત'ીની ભૂમિકામાં દિપીકાએ સુંદરતાની સાથે સાથે હિંમત અને વીરતા પણ બતાવી. દેશના જુદા જુદા વિસ્તારોમાં વિરોધ અને પ્રતિબંધ છતાંય ફિલ્મે બોક્સ ઓફિસ પર 300 કરોડનો વકરો રહ્યો. આ સાથે જ 300 કરોડ ક્લબમાં સામેલ થનારી દીપિકા એક માત્ર હિરોઈન બની ગઈ છે.

'સ્ત્રી'

કેટલાક મહિના પહેલા રિલીઝ થયેલી ફિલ્મ 'સ્ત્રી'માં પોતાની એક્ટિંગથી શ્રદ્ધા કપૂરે પણ બોલીવુડમાં 'સ્ત્રી'ની તાકાત સમજાવી દીધી. શ્રદ્ધા કપૂરે પહેલી વાર કોમેડી ફિલ્મમાં અભિનય કર્યો. શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની ફિલ્મ અંડર ડોગ સાબિત થઈ. બોક્સ ઓફિસ પર આ ફિલ્મ શાનદાર હિટ થઈ. 2018ની સૌથી વધુ વખણાયેલી ફિલ્મોમાં પણ 'સ્ત્રી'એ જગ્યા બનાવી. તો પોતાની દમદાર એક્ટિંગ માટે ક્રિટિક્સને પણ વખાણ કરવા મજબૂર કર્યા. એટલું જ નહીં લગભગ 14 અઠવાડિયા સુધી સતત થિયેટરમાં ચાલનારી આ શ્રદ્ધા કપૂરની પહેલી ફિલ્મ બની.

'રાઝી'

હંમેશા નટખટ પાત્રમાં દેખાતી આલિયા ભટ્ટે 'રાઝી'માં કંઈક નવું કર્યું. 'રાઝી'માં પોતાના પાત્રમાં આલિયાએ એવી કમાલ કરી કે લોકો વાહ પોકારી ઉઠ્યા. ફિલ્મમાં આલિયા ભટ્ટનો અભિનય ખૂબ વખણાયો. સાથે જ 'રાઝી' પણ આ વર્ષની બેસ્ટ ફિલ્મોની યાદીમાં સામેલ થઈ ગઈ. દમદાર સ્ટોરીની સાથે સાથે આ ફિલ્મ આલિયાની એક્ટિંગની એક્ટિંગ માટે પણ યાદ રખાશે

 

આ ત્રણ ફિલ્મોએ 2018ને બોલીવુડમાં મહિલા સશક્તિકરણનું વર્ષ બનાવી દીધું. સાથે જ ત્રણેય હિરોઈન્સ માટે પણ 2018નું વર્ષ શાનદાર સાબિત થયું.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK