૧૦૦ કરોડ રૂપિયાની રોયલ્ટી ગેરકાયદે વસૂલ કરવાનો યશરાજ ફિલ્મ્સ પર આરોપ
આદિત્ય ચોપરા
યશરાજ ફિલ્મ્સ કંપની અને એના ડિરેક્ટર્સ પર સો કરોડની રોયલ્ટી ગેરકાયદે વસુલ કરવાનો આરોપ મુકવામાં આવ્યો છે. ઇન્ડિયન પર્ફોર્મિંગ રાઇટ્સ સોસાયટી દ્વારા આ પ્રોડક્શન હાઉસ પર આરોપ મુકવામાં આવ્યો છે કે તેઓ ટેલેકોમ કંપનીઓ, રેડિયો સ્ટેશન્સ અને મ્યુઝિક સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ્સ પાસેથી રોયલ્ટી ચાર્જ કરવા નથી દેતા. આ પોલીસ ફરિયાદમાં યશરાજ ફિલ્મ્સ કંપની અને એના ડિરેક્ટર્સ આદિત્ય ચોપડા અને ઉદય ચોપડાનું નામ સામેલ છે. આ ફરિયાદમાં એવું કહેવામાં આવ્યું છે કે ઇન્ડિયન પર્ફોર્મિંગ રાઇટ્સ સોસાયટી કોઈ પણ આર્ટિસ્ટ અને મ્યુઝિક પ્રોડ્યુસર માટે રોયલ્ટી કલેક્ટ કરી શકવાનો હક ધરાવે છે, પરંતુ યશરાજ ફિલ્મ્સ આ રોયલ્ટી ગેરકાયદે વસુલી રહ્યું છે. આ ફરિયાદમાં યશરાજે ૧૦૦થી વધુની રોયલ્ટી પોતાના ખિસ્સામાં કરી હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.