યશ ચોપડાના બર્થ-ડે સેલિબ્રેશન માટે શાહરુખ ખાનનો ખાસ પ્લાન

Published: 26th September, 2012 05:08 IST

૨૭ સપ્ટેમ્બરે ફિલ્મમેકર યશ ચોપડા ૮૦ વર્ષ પૂરાં કરીને ૮૧મા વર્ષમાં પ્રવેશ કરવાના છે. ખબર પડી છે કે આ દિવસે શાહરુખ ખાન તેમના માટે યશરાજ સ્ટુડિયોમાં સ્પેશ્યલ ઇવનિંગનું પ્લાનિંગ કરી રહ્યો છે.

શાહરુખ રિયલ લાઇફમાં યશ ચોપડાનો બહુ આદર કરે છે અને તેણે તેમને તેમના બર્થ-ડેની સાંજે બે કલાક ફાળવવાની વિનંતી કરી છે. આ પ્રસંગે કોઈ ભવ્ય પાર્ટીનું આયોજન નથી કરવામાં આવ્યું, પણ આ સેલિબ્રેશનમાં ગણતરીના નજીકના ગેસ્ટને આમંત્રણ આપવામાં આવ્યું છે.

Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK