દસવી માટે હરિયાણવી ભાષા શીખી રહી છે યામી
દસવી માટે હરિયાણવી ભાષા શીખી રહી છે યામી
યામી ગૌતમ તેની આગામી ફિલ્મ ‘દસવી’ માટે હરિયાણવી ભાષા શીખી રહી છે. પોતાના પાત્રમાં પ્રાણ પૂરવા માટે તે પોતાની બૉડી-લૅન્ગ્વેજ પર પણ ખાસ ધ્યાન આપી રહી છે. સાથે હરિયાણાની ભાષાનાં ઉચ્ચારણ શીખી રહી છે. આ ફિલ્મમાં તેની સાથે અભિષેક બચ્ચન અને નિમ્રત કૌર પણ જોવા મળશે. એ વિશે વિસ્તારમાં જણાવતાં યામીએ કહ્યું હતું કે ‘હું પહેલી વખત હરિયાણવી કૅરૅક્ટર ભજવવાની છું. આ મારા માટે એકદમ અલગ પ્રકારની ચૅલેન્જ છે. હું હાલમાં એ ભાષા શીખી રહી છું. મને ચૅલેન્જિસ લેવી ગમે છે, જે મને મારા ક્રીએટિવ હોરાઇઝન્સમાં આગળ વધવામાં મદદ કરે છે. આશા રાખું છું કે મારા રોલથી હું મારા દર્શકોને સરપ્રાઇઝ આપી શકીશ.’