ફિલ્મોમાં કોન્ટેન્ટ બન્યું કિંગ, આ વાત પર યામી ગૌતમે વ્યક્ત કરી ખુશી

Published: Dec 10, 2019, 20:22 IST | Mumbai Desk

ઇન્ડિયા ટુડે કૉનક્લેવ ઇસ્ટમાં યામી ગૌતમના સેશનને સુશાંત મેહતાએ મૉડરેટ કર્યું, અહીં યામીએ 90ના દાયકાના ગીતો પર ડાન્સ પણ કર્યો.

એક્ટ્રેસ યામી ગૌતમે ઇન્ડિયા ટુડે કૉનક્લેવ ઇસ્ટમાં પોતાના સ્ટ્રગલ વિશે વાત કરી. સાથે જ તેણે કોન્ટેન્ટ ઓરિએન્ટેડ ફિલ્મોને લઇને પોતાનું રિએક્શન પણ આપ્યું.

યામીએ કહ્યું કે, "હું રાતે જૂના (70ના દાયકાના) ઇન્ટરવ્યૂઝ જોઉં છું. તેમનો પોતાના પાત્રો પ્રત્યે કયો દ્રષ્ટિકોણ છે. જૂના સમયમાં પણ એક્સેસેધે ફિલ્મો કરી અને એકેકથી ચડિયાતા પાક્ષો પણ ભજવ્યા. તમે શ્રીદેવીને ચાલબાઝમાં જોઇ શકો છો, સદમામાં જોઈ શકો છો. એકથી ચડિયાતા એક."

ઇન્ડસ્ટ્રીમાં કોન્ટેન્ટને ધ્યાનમાં રાખીને સ્ક્રિપ્ટ લખવામાં આવી રહી છેઃ યામી

"હું માનું છું કે હવે સિનેમા થોડું બદલાયું છે. હવે ફીમેલને ધ્યાનમાં રાખીને સ્ક્રિપ્ટ્સ લખવામાં આવી રહી છે. કોન્ટેન્ટને ધ્યાનમાં રાખીને સ્ક્રિપ્ટ લખવામાં આવી રહી છે. હવે આ શબ્દ ઓવર યૂઝ થઈ ગયો છે કે કોન્ટેન્ટ જ કિંગ છે. મને ખૂબ જ ખુશી થાય છે. હવે લોકો ફિલ્મ સાઇન કરતાં પહેલા પૂછે છે કે રાઇટર કોણ છે. એડિટર કોણ છે. કારણકે તે લોકો જ ફિલ્મ બનાવતા હોય છે. "

યામીએ કહ્યું - "આજની જનરેશન જાગેલી છે. તમને જનતાને કંઇક ને કંઇક નવું પીરસવાનું હોય છે. વિકી ડોવરની સક્સે, પણ આનું જ પરિણામ છે. જો તમે ઑડિયંસને સારું કોન્ટેન્ટ આપશો. તેમને સ્ટોરી આપશો તો તેઓ જોશે. લોકો આથી કનેક્ટ કરશે. અને આ કામ કરે છે. આ જ થઈ રહ્યું છે. ઑડિયન્સ અને ઇન્ડસ્ટ્રીનું કનેક્શન જૂનું છે. મને ખૂબ જ ખુશી છે કે હું આ ફેસમાં સિનેમામાં કામ કરી રહી છું. કોન્ટેન્ટ કિંગ થઈ ગયું છે આ જોઇને આનંદ થાય છે."

આ પણ વાંચો : આ સુંદર તસવીરોના લીધે ચર્ચામાં છે એક્ટ્રેસ ડાયના પેન્ટી, જુઓ તસવીરો

જણાવીએ કે ઇન્ડિયા ટુડે કૉન્ક્લેવ ઇસ્ટમાં યામી ગૌતમના સેશનને સુશાંત મેહતાએ મૉડરેટ કર્યું. અહીં યામીએ 90ના દાયકાના ગીતો પર ડાન્સ પણ કર્યું હતું.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK