હું ડ્રગ્સ નથી લેતી અને એની વિરુદ્ધ છું: યામી ગૌતમ
યામી ગૌતમ
યામી ગૌતમનું કહેવું છે કે તે ડ્રગ્સ લેતી નથી અને એનાથી દૂર રહેવા સૌને વિનંતી કરી રહી છે. સુશાંત સિંહ રાજપૂતના સુસાઇડ બાદ બૉલીવુડમાં ડ્રગ્સનો મુદ્દો ખૂબ જ ચગ્યો છે. હાલમાં જ એક યુઝરે અભિષેક બચ્ચન પાસે ડ્રગ્સ માગ્યું હતું અને તેણે તેનો સંપર્ક મુંબઈ પોલીસ સાથે કરી આપવા માટે કહ્યું હતું. એક યુઝરે યામીને પૂછ્યું હતું કે શું તે ડ્રગ્સ લે છે? આ વિશે યામીએ કહ્યું હતું કે ‘ના હું નથી લેતી. સ્ટ્રિક્ટ્ક્લી એની વિરુદ્ધ છું. દરેકને વિનંતી કરું છું કે ડ્રગ્સથી દૂર રહો.’