બુક લખવી એ ચૅલેન્જિંગ છે : રિચા ચઢ્ઢા

Published: 28th July, 2019 09:52 IST | મુંબઈ

બુક લખવી એ મારા માટે ચૅલેન્જિંગ છે કારણ કે વર્ષો સુધી મારા દિમાગમાં શું ચાલી રહ્યું છે એ હું લોકોને દેખાડવા નહોતી માગતી

બુક લખવી એ ચૅલેન્જિંગ છે : રિચા ચઢ્ઢા
બુક લખવી એ ચૅલેન્જિંગ છે : રિચા ચઢ્ઢા

રિચા ચઢ્ઢાનું માનવું છે કે પુસ્તક લખવુ તેનાં માટે ચૅલેન્જિંગ છે. તેણે પોતાની લાઇફનાં વિવિધ અનુભવોને બુકમાં ઉતાર્યા છે. એક લેખક તરીકે તેણે એક નવી શરૂઆત કરી છે. બુક લખવા વિશે પોતાનાં અનુભવ જણાવતાં રિચાએ કહ્યું હતું કે ‘મેં આ વાત ઘણીવાર કહી છે કે હું પોતાને નસીબદાર માનું છું કે હું એક સાથે ઘણી બધી વસ્તુઓ પર કામ કરું છું. એ વસ્તુ મને આગળ વધવામાં મદદ કરે છે. હું એક એવી ક્રિએટીવ વ્યક્તિ છું જે પોતાની જાતને હંમેશાં રજુ કરવામાં સફળ રહી છે. હું લખવાને એન્જૉય કરું છું. જો હું કારપેન્ટર હોત અથવા તો ફોટોગ્રાફર હોત તો પણ હું બુક લખત. બુક લખવી એ મારા માટે ચૅલેન્જિંગ છે કારણ કે વર્ષો સુધી મારા દિમાગમાં શું ચાલી રહ્યું છે એ હું લોકોને દેખાડવા નહોતી માગતી.’

આ પણ જુઓઃ પહેલા એપિસોડમાં આવા દેખાતા હતા 'તારક મહેતા..'ના તમારા માનીતા કલાકારો


એકાંતમાં જઈને પૂરુ ધ્યાન બુક લખવા પર આપતાં રિચાએ કહ્યું હતું કે ‘હું જાણતી હતી કે મારે સમયસર બુક પૂરી કરવાની છે અને બુક લખવા માટે મારે શાંતિની જરૂર હતી. મેં મોટાભાગનું લખવાનું પૂરુ કરી લીધું હતું. જોકે હું એ બાબત પર ખાસ ધ્યાન આપવા માગતી હતી જેનાં વિશે હું દરરોજ વિચારતી હતી. એથી શૂટિંગમાંથી બ્રેક લેવુ એ મને અગત્યનું લાગ્યુ. હું લોકોથી દૂર ગઈ અને મેં એકાંતમાં જઈ શાંતિભર્યા વાતાવરણમાં બુકને પૂરી કરી હતી.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK