Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > World Cup: વિરાટ કોહલીને ચિયર અપ કરવા સ્ટેડિયમ પહોંચી અનુષ્કા શર્મા

World Cup: વિરાટ કોહલીને ચિયર અપ કરવા સ્ટેડિયમ પહોંચી અનુષ્કા શર્મા

06 July, 2019 04:50 PM IST | લંડન

World Cup: વિરાટ કોહલીને ચિયર અપ કરવા સ્ટેડિયમ પહોંચી અનુષ્કા શર્મા

વિરાટ કોહલીને ચિયર અપ કરવા સ્ટેડિયમ પહોંચી અનુષ્કા

વિરાટ કોહલીને ચિયર અપ કરવા સ્ટેડિયમ પહોંચી અનુષ્કા


એન્ટરટેઈનમેન્ટ અને ક્રિકેટનું હંમેશાથી કનેક્શન રહ્યું છે. જ્યારે પણ મોટો ક્રિકેટનો મેચ હોય છે ત્યારે બોલીવુડના સેલેબ્સ ભારતીય ખેલાડીઓને ચિયર કરવા માટે પહોંચી જાય છે. ઈંગલેન્ડ અને વેલ્સમાં રમાઈ રહેલા 12માં વર્લ્ડ કપનો 44મો મુકાબલો લીડ્સના હેડિંગ્લે ક્રિકેટ ગ્રાઉન્ડ પર ભારત અને શ્રીલંકા વચ્ચે ચાલી રહ્યો છે. આ મુકાબલો જોવા માટે ખાસ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્મા પણ પહોંચી છે.

 
 
 
View this post on Instagram

Seal the silly moments ❣️

A post shared by AnushkaSharma1588 (@anushkasharma) onJul 3, 2019 at 10:46am PDT




આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019માં ભારત અને શ્રીલંકા વચ્ચે ચાલી રહેલા મુકાબલામાં હાલમાં જ અનુષ્કા શર્માને પણ જોવામાં આવી. તે મેચ જોવા પહોંચી છે અને ભારતને ચિયર કરી રહી છે. વર્લ્ડ કપ 2019નો આ પહેલો મેચ છે જેને જોવા માટે અનુષ્કા ખાસ સ્ટેડિયમ પહોંચી છે.

બે દિવસ પહેલા જ અનુષ્કા શર્માએ સોશિયલ મીડિયા પર વિરાટની સાથે એક તસવીર પર શેર કરી છે. તમને જણાવી દઈએ કે જેવી શ્રીલંકાની વિકેટ પડી તે તરત જ અનુષ્કાએ ચાહકોની સાથે ટીમને ચિયર કરી. ત્યારે વિરાટે સ્ટેન્ડની તરફ જઈને પણ ખુશી જાહેર કરી જ્યાં અનુષ્કા શર્મા બેઠી હતી.


આ પણ વાંચોઃ વર્લ્ડ કપ 2019: ICCએ કર્યા ધોનીના વખાણ, કહ્યું બદલ્યો ક્રિકેટનો ચહેરો

આપણે ઘણીવાર જોઈએ છે કે વિરાટ કોહલીનો મેચ જોવા માટે અનુષ્કા પહોંચે છે. આ દરમિયાન બંને એકબીજાને ચિયર પણ કરતા જોવા મળે છે. જણાવી દઈએ કે આઈસીસી વર્લ્ડ કપ 2019માં ભારતનો મેચ જોવા માટે રોહિત શર્માની પત્ની રીતિકા પણ પહોંચી હતી. જો કે એ મેચમાં રોહિત શર્મા સસ્તામાં આઉટ થઈને પેવેલિયન ચાલ્યા ગયા હતા. જ્યારે રોહિત આઉટ થયો ત્યારે રીતિકાના રિએક્શનને સોશિયલ મીડિયા પર ખૂબ શેર કરવામાં આવ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

06 July, 2019 04:50 PM IST | લંડન

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK