હૃતિક, રણબીર અને અક્ષયકુમાર સાથે કામ કરવું એ સપનું સાકાર થવા જેવું : વાણી કપૂર

Published: 21st July, 2020 08:08 IST | Harsh Desai | Mumbai Desk

મને ઇન્ડસ્ટ્રીના ખૂબ જ અદ્ભુત ઍક્ટર્સ સાથે કામ કરવાનો ચાન્સ મળ્યો. હૃતિક, રણબીર અને અક્ષયકુમાર સાથે કામ કરવાની મારી હંમેશાંથી ઇચ્છા હતી. મને તેઓ અને તેમની ફિલ્મો ખૂબ જ પસંદ છે અને તેમની સાથે કામ કરવું મારા માટે સપનું પૂરું થવા બરાબર છે.’

વાણી કપૂર
વાણી કપૂર

વાણી કપૂરનું કહેવું છે કે હૃતિક રોશન, રણબીર કપૂર અને અક્ષયકુમાર સાથે કામ કરવું તેના માટે સપનું પૂરું થવા બરાબર છે. હૃતિક સાથે તેણે ‘વૉર’માં કામ કર્યું હતું. રણબીર સાથે તે ‘શમશેરા’માં કામ કરી રહી છે અને અક્ષયકુમારની ‘બેલ બૉટમ’માં પણ જોવા મળશે. આ વિશે વાત કરતાં વાણીએ કહ્યું હતું કે ‘હું ખૂબ જ ખુશ છું અને પોતાને ખૂબ જ નસીબદાર માનું છું કે મને ઇન્ડસ્ટ્રીના ખૂબ જ અદ્ભુત ઍક્ટર્સ સાથે કામ કરવાનો ચાન્સ મળ્યો. હૃતિક, રણબીર અને અક્ષયકુમાર સાથે કામ કરવાની મારી હંમેશાંથી ઇચ્છા હતી. મને તેઓ અને તેમની ફિલ્મો ખૂબ જ પસંદ છે અને તેમની સાથે કામ કરવું મારા માટે સપનું પૂરું થવા બરાબર છે.’
ત્રણેય ઍક્ટર્સની કામ કરવાની પદ્ધતિ વિશે વાણીએ કહ્યું હતું કે ‘તેઓ દરેક અદ્ભુત છે અને તેમની દરેકની કામ કરવાની સ્ટાઇલ અલગ છે. હૃતિક જે પણ કામ કરે છે એમાં તે ખૂબ જ પૅશનેટ હોય છે અને તે ખૂબ જ ટૅલન્ટેડ છે. રણબીર ખૂબ જ એફર્ટલેસલી કામ કરે છે અને તે ખૂબ જ કૂલ છે જે સ્ક્રીન પર પણ જોઈ શકાય છે. અક્ષયકુમાર લેજન્ડરી છે અને તેઓ આજે ઇન્ડ્સ્ટ્રીના બેસ્ટ ઍક્ટર્સમાંના એક છે. ફિલ્મોમાં તેમના કૉન્ટ્રિબ્યુશનને નજરઅંદાજ કરવું શક્ય નથી.’
ઍક્ટર્સ સાથેની કેમિસ્ટ્રી વિશે વાત કરતાં વાણીએ કહ્યું હતું કે ‘તેઓ ત્રણેય સાથે મારા સંબંધ અલગ-અલગ છે. મારા રોલ્સને કારણે અમારી કેમિસ્ટ્રી પણ અલગ-અલગ છે. જોકે તેઓ દરેક મને મારો શ્રેષ્ઠ પર્ફોર્મન્સ આપવા માટે પ્રેરિત કરે છે જેથી હું તેમના લેવલ પર પહોંચી શકું.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK