હું રેસિસ્ટ ન હોવાથી કોઈ મને એ કહે એ પસંદ નથી : ઈશા ગુપ્તા

Feb 11, 2019, 10:23 IST

ઈશા ગુપ્તાનું કહેવું છે કે તેને કોઈ રેસિસ્ટ કહે એ પસંદ નથી.

હું રેસિસ્ટ ન હોવાથી કોઈ મને એ કહે એ પસંદ નથી : ઈશા ગુપ્તા
ઈશા ગુપ્તા

ઈશાએ થોડા દિવસો અગાઉ નાઇજીરિયાના એક ફુટબૉલર ઍલેક્ઝાન્ડર આઇવૉબી પર કરેલી કમેન્ટને લઈને તે વિવાદમાં સપડાઈ હતી. તેની એ કમેન્ટને રંગભેદની કમેન્ટ તરીકે જાહેર કરવામાં આવી હતી અને એને લઈને સોશ્યલ મીડિયા પર તેની ખૂબ નિંદા થઈ હતી. સ્થિતિ વણસતાં તેણે માફી પણ માગી લીધી હતી. સાથે જ ઈશાએ એક માફીપત્ર આઇવૉબી અને આર્સેનલ ફુટબૉલ ક્લબના નામે લખ્યો હતો. ખોટી રીતે પોતાને ટાર્ગેટ કરવામાં આવી છે એવું જણાવતાં ઈશાએ કહ્યું હતું કે ‘હું શરૂઆતથી જ કહેતી આવી છું કે મને ખોટી રીતે આરોપી બનાવવામાં આવી છે. ગ્રુપ ચૅટમાં તમે ગેમને લગતી અન્ય વીસ વાતો કહેતા હો છો. અમે પણ ગેમ વિશે જ ચર્ચા કરી રહ્યા હતા. અમે બધા આર્સેનલના ફૅન્સ છીએ. લોકો કહેવા લાગ્યા કે તે હસી રહી છે, પરંતુ તેમને એ વાતની જાણ ન થઈ કે હું શું કામ હસી રહી હતી. મેં ચૅટમાં ચોખવટ કરી હતી કે તેણે પ્રયત્નો કરવા જોઈએ.

આ પણ વાંચો : મહિલાપ્રધાન ફિલ્મો વધુ બનાવવામાં આવે એ જરૂરી છે : સોનમ કપૂર આહુજા

ભારતમાં લોકો ‘ગોરીલા’ અને ‘વાંદરા’નો ખરો અર્થ સમજતા નથી. એ શબ્દો રેસિસ્ટ છે કે નહીં એ આપણે નથી જાણતા. હું એવા કેટલાય પેરન્ટ્સને ઓળખું છું જે પોતાનાં બાળકોને એમ કહે છે કે તે વાંદરા જેવાં દેખાય છે. એથી એમ ન કહી શકાય કે તેઓ રંગભેદના સંદર્ભમાં આ કહી રહ્યા છે.’

ઈશાની એક ફ્રેન્ડે કહ્યું હતું કે તે ‘ગોરીલા’ છે અને તેનું ઇવોલ્યુશન હજી નથી થયું. આ કમેન્ટ પર ઈશાએ કમેન્ટ આપી હતી કે મને સમજ નથી પડતી કે તેના પર વધુ પ્રયોગ કેમ કરવામાં નથી આવતા. આ કમેન્ટનો પણ ખૂબ જ વિરોધ કરવામાં આવ્યો છે. આ વિશે ઈશાએ કહ્યું હતું કે ‘મેં મારી ભૂલને સ્વીકારી છે કે હું એ કમેન્ટમાં રેસિસ્ટનો અર્થ સમજી નહીં શકી. આ મારી ભૂલ હતી અને મેં એના માટે માફી પણ માગી લીધી હતી. લોકોએ મારી માફીને ટ્વિટર પર ઉત્સાહ વગર સ્વીકારી હતી. તેઓ સ્પષ્ટિકરણ આપવાનો પણ સમય નથી આપતા. મોટા ભાગના એમાંથી ટ્રોલર્સ હતા. તેમણે એ જાણી લીધું કે હું હાલમાં નબળી પડી રહી છું એથી તેમણે બધી બાજુએ મને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું. મારા પર આરોપો મૂકવા લાગ્યા હતા. મારા જીવનમાં ક્યારેય પણ મને રેસિસ્ટ કહે એ હું નહીં સ્વીકારું, કારણ કે એ હું છું જ નહીં.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK