Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સલમાન ખાનની બૅગમાંથી મળી આવ્યાં એક મહિલાનાં વસ્ત્રો

સલમાન ખાનની બૅગમાંથી મળી આવ્યાં એક મહિલાનાં વસ્ત્રો

19 December, 2012 03:28 AM IST |

સલમાન ખાનની બૅગમાંથી મળી આવ્યાં એક મહિલાનાં વસ્ત્રો

સલમાન ખાનની બૅગમાંથી મળી આવ્યાં એક મહિલાનાં વસ્ત્રો


તાજેતરમાં જ્યારે તે મુંબઈથી હૈદરાબાદ એક શો માટે જઈ રહ્યો હતો ત્યારે હૈદરાબાદ અૅરપોર્ટ પર એક યુવતી સલમાન ખાનની બૅગ લઈને જતી રહી હતી. બન્યું એવું કે તે યુવતીની બૅગ પણ આબેહૂબ સલમાનની બૅગ જેવી જ હતી. સલમાનના સ્ટાફે જ્યારે આ બૅગ ખોલીને જોઈ ત્યારે તેમને એમાં કોઈ છોકરીનાં કપડાં જોવા મળ્યાં હતાં. પોતાના બૉસની બૅગ બદલાઈ ગઈ છે એવી ખબર પડ્યા બાદ તેમણે બૅગ અને એ યુવતીને શોધી કાઢવા આખું ઍરપોર્ટ માથે લીધું હતું અને બધાને કામે લગાડ્યા હતા. થોડી વાર બાદ તેમને યુવતીની કૉન્ટૅક્ટ ડીટેલ્સ મળી હતી અને તેમણે તેનો સંપર્ક કયોર્ હતો. બેથી ત્રણ કલાક બાદ તે યુવતી બૅગ પાછી આપી ગઈ હતી. આ બૅગમાં સલમાન જે ઇવેન્ટમાં પફોર્ર્મ કરવાનો હતો એનો કૉસ્ચ્યુમ અને તેનાં બીજાં કપડાં હતાં. નસીબજોગે આ બધું જ પાછું મળી ગયું હતું. સલમાન પહેલેથી જ હોટેલ પર જવા નીકળી ગયો હતો એટલે તેને આ બધાની ખબર નહોતી. જોકે હોટેલ પહોંચીને જ્યારે તેના સ્ટાફે તેને આ કહાણી સંભળાવી ત્યારે તે પેટ પકડીને હસ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

19 December, 2012 03:28 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK