સમયની સાથે હું વધુ ક્ષમાશીલ બની ગયો છું : હૃતિક રોશન

Updated: 19th November, 2020 21:39 IST | Mumbai

46 વર્ષના હૃતિકે ‘કહો ના પ્યાર હૈ’થી ઍક્ટિંગની શરૂઆત કરી હતી. એ ફિલ્મની રિલીઝને આ વર્ષે 20 વર્ષ પૂરાં થયાં છે.

ફાઈલ ફોટો
ફાઈલ ફોટો

હૃતિક રોશનનું માનવું છે કે તે સમયની સાથે વધુ ક્ષમાશીલ બની ગયો છે. તે બૉલીવુડમાં લગભગ બે દાયકાઓથી સક્રિય છે. 46 વર્ષના હૃતિકે ‘કહો ના પ્યાર હૈ’થી ઍક્ટિંગની શરૂઆત કરી હતી. એ ફિલ્મની રિલીઝને આ વર્ષે 20 વર્ષ પૂરાં થયાં છે.

સમયની સાથે વિકાસ થયો હોવાનું જણાવતાં હૃતિકે કહ્યું હતું કે ‘શરૂઆતમાં હું ટૂલ બૉક્સ મેથડ અપનાવતો હતો, પરંતુ ‘કાબિલ’ દરમ્યાન અને ‘કાબિલ’ બાદ એક ઍક્ટર તરીકે મારો વિકાસ થયો છે. મને લાગે છે કે હું સમયની સાથે વધુ માફી આપતાં શીખી ગયો છું. મને એમ પણ લાગે છે કે હું મારી જાત પર પહેલાં કરતાં વધુ વિશ્વાસ કરી શકું છું. એથી કોઈ પણ જાતના ડર વગર હું વધુને વધુ એક્સપ્લોર કરી શકું છું. છેલ્લાં 20 વર્ષ મારા એક ઍક્ટર તરીકે જૉય રાઇડ રહી હતી. એ દરમ્યાન હું ઘણુંબધું શીખ્યો અને મને બહોળો અનુભવ મળ્યો. એ જાજરમાન છે. મને લાગે છે કે એ વસ્તુ કામ કરી જાય છે, કારણ કે કામનું વાતાવરણ સદ્ગુણોને નિખારવામાં મદદ કરે છે. સદાચારથી વ્યક્તિ ઉત્તમ બની જાય છે. મારી લાઇફનો આ જ એકમાત્ર ઉદ્દેશ છે. અમારી ઇન્ડસ્ટ્રી હાલમાં એક એવા સ્થાને છે જ્યાં દર્શકો, સ્ટોરી ટેલિંગ અને ટેક્નૉલૉજી સતત પ્રગતિ કરી રહ્યા છે. એમાં ઘણુંબધું એક્સપ્લોર કરવાનું છે. એક કલાકાર તરીકે આ એક એક્સાઇટિંગ સ્થાન છે. હું મારી કરીઅરના અન્ય તબક્કા માટે ખૂબ ઉત્સાહિત છું.’

First Published: 19th November, 2020 21:33 IST
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK