સેલ્ફી શૅર કરીને પોતાને મળેલી સુવિધાનો આભાર માન્યો મલાઇકાએ
મલાઇકા અરોરા
મલાઇકા અરોરાએ પોતાનો ફોટો શૅર કરીને તમામ સગવડોનો આભાર માન્યો છે. આજે લૉકડાઉનમાં આપણા દેશમાં અનેક લોકો એવા છે જેમના માથે છત નથી. એવામાં પોતાને મળેલી દરેક સુખ-સુવિધાનો તેણે ભગવાનનો આભાર માન્યો છે. મલાઇકાએ જે ફોટો શૅર કર્યો છે એમાં તેના ચહેરા પર સૂર્યપ્રકાશ દેખાઈ રહ્યો છે અને તેના વાળ ખુલ્લા છે. આ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને મલાઇકાએ કૅપ્શન આપી હતી કે ‘બીજું એક અઠવાડિયું પસાર થઈ ગયું. મને સૂર્યપ્રકાશ ગમી રહ્યો છે અને મારા વાળમાંથી હવા પણ પસાર થઈ રહી છે. આ બધામાં સૌથી અગત્યની વાત એ છે કે મારી મનપસંદ વ્યક્તિ સાથે મારા માથા પર સુરક્ષિત છત પણ છે.’