Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > તેલુગુ ફિલ્મમાં જોવા મળશે વરીના હુસેન?

તેલુગુ ફિલ્મમાં જોવા મળશે વરીના હુસેન?

07 February, 2021 06:23 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તેલુગુ ફિલ્મમાં જોવા મળશે વરીના હુસેન?

વરીના હુસેન

વરીના હુસેન


વરીના હુસેન તેલુગુ ભાષા શીખી રહી છે એને જોતાં લાગે છે કે તે કદાચ તેલુગુ ફિલ્મમાં જોવા મળશે. તેણે સલમાન ખાનની ‘લવ યાત્રી’ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. એ સિવાય તે એક સુપર નૅચરલ થ્રિલર ‘ધ ઇનકમ્પ્લીટ મૅન’માં પણ જોવા મળવાની છે. તે જુનિયર એનટીઆર પ્રોડક્શન હેઠળ બની રહેલી ફિલ્મ દ્વારા સાઉથમાં ડેબ્યુ કરી રહી હોવાની ચર્ચા છે. તે આ ફિલ્મમાં કલ્યાણરામ નંદમુરી સામે હોવાની ચર્ચા છે. તે હાલમાં હૈદરાબાદમાં છે. તેણે એક વિડિયો ટ્વિટર પર શૅર કર્યો છે. વિડિયોમાં વરીના તેલુગુમાં કહી રહી છે, ‘નમસ્કારમ્. હું હૈદરાબાદમાં છું. હું તમને સરપ્રાઇઝ આપવાની છું. એ વિશે તમને જલદીથી જણાવીશ. મારી તેલુગુ ભાષા હવે સુધરી રહી છે.’

આ વિડિયોને ટ્વિટર પર શૅર કરીને વરીનાએ ટ્વીટ કર્યું હતું, ‘મારી તેલુગુ ભાષા સુધરી રહી છે.’


Whatsapp-channel Whatsapp-channel

07 February, 2021 06:23 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK