વરુણ ધવન અને નતાશા દલાલ 24 જાન્યુઆરીએ કરશે લગ્ન?

Published: 16th January, 2021 15:43 IST | Mumbai

વરુણ ધવન અને તેની લૉન્ગ-ટાઇમ ગર્લફ્રેન્ડ નતાશા દલાલ 24 જાન્યુઆરીએ લગ્ન કરશે એવી શક્યતા છે.

વરુણ ધવન અને નતાશા દલાલ
વરુણ ધવન અને નતાશા દલાલ

વરુણ ધવન અને તેની લૉન્ગ-ટાઇમ ગર્લફ્રેન્ડ નતાશા દલાલ 24 જાન્યુઆરીએ લગ્ન કરશે એવી શક્યતા છે. મળેલી માહિતી પ્રમાણે તેમણે અલીબાગમાં 5 સ્ટાર હોટેલ બુક કરી છે. કોરોના વાઇરસના જોખમને કારણે લગ્નમાં નજીકના ફૅમિલી અને ફ્રેન્ડ્સને જ ઇન્વાઇટ કરવામાં આવશે. જોકે ફૅમિલી કે વરુણ તરફથી હજી સુધી કોઈ નિવેદન નથી આપવામાં આવ્યું. વરુણ અને નતાશા એકબીજાને સ્કૂલના સમયથી ઓળખે છે. વરુણે તાજેતરમાં જ કહ્યું હતું કે તેને સતત આ એક જ સવાલ પૂછવામાં આવે છે કે તે ક્યારે લગ્ન કરશે. જોકે 2020માં જ તેમનાં લગ્ન થવાનાં હતાં, પરંતુ કોરોનાએ તેમનાં લગ્ન પર ગ્રહણ લગાવી દીધું હતું. આપણે તો એટલું જરૂર કહીશું કે તેઓ જલદી જ પોતાની લાઇફની આ નવી જર્નીને શરૂ કરે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK