ભાખરવડીમાં આવશે જમ્પ?

Published: Jun 23, 2020, 23:05 IST | Mumbai Correspondence | Rajkot

સબ ટીવીના આ શોમાં મેકર્સ વાર્તાને વધારે ઇન્ટરેસ્ટિંગ બનાવવા માટે સ્ટોરીમાં ટાઇમલીપ લેવા વિશે વિચારે છે

ભાખરવાડી
ભાખરવાડી

સબ ટીવીના કૉમેડી શો ‘ભાખરવડી’નું શૂટ હજી ચાલુ નથી થયું, પણ એ માટેની તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે. નવા એપિસોડનું શૂટ શરૂ થાય એ પહેલાં ક્રીએટિવ બાબત પર ખાસ્સું ડિસ્કશન પણ થઈ રહ્યું છે. આ ડિસ્કશનમાંથી એક ડિસ્કશન છે, સિરિયલને ફરી કેવી રીતે લોકોના મનમાં કાયમ કરવી?

‘ભાખરવડી’નો નવો એપિસોડ જોયાને આજે જ્યારે અઢી મહિનાથી પણ વધારે સમય થઈ ગયો છે ત્યારે વાર્તામાં નવા ટર્ન-ટ્વિસ્ટ લાવવાના હેતુથી જ મેકર્સ અને ચૅનલ એમાં જમ્પ લેવાનું એટલે કે ટાઇમલેપ્સ લેવાનું વિચારી રહ્યા છે.
‘ભાખરવડી’માં બે એવા પાડોશીની વાત છે જેનાં બાળકો પ્રેમમાં પડ્યાં છે અને એ બન્નેનું જીવન હવે અનેક સંકટો વચ્ચેથી પસાર થવાનું છે. ‘ભાખરવડી’ના ટાઇમલેપ્સ વિશે પ્રોડક્શન-હાઉસ કોઈ ફોડ પાડવા રાજી નથી, પણ નવો ડ્રામા ઉમેરવા માટે આ બાબતમાં ચર્ચા ચાલે છે એ હકીકત છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK