સિધુએ કર્યો જુદા થયેલા રાજીવ-ડેલનાઝને ફરી ભેગાં કરવાનો વાયદો

Published: 10th October, 2012 05:52 IST

‘બિગ બૉસ’માં આ બન્ને વચ્ચે બદલાતા સંબંધોનાં સમીકરણ જોવા મળે છે



કલર્સ ચૅનલના રિયલિટી શો ‘બિગ બૉસ’માં રાજીવ પૉલ અને ડેલનાઝ ઈરાની પણ ભાગ લઈ રહ્યાં છે અને સ્પર્ધાના નિયમ પ્રમાણે એક જ ઘરમાં સાથે રહે છે. તેમના તાજેતરમાં જ ડિવૉર્સ થયા છે. અત્યારે શોમાં આ બન્ને વચ્ચે બદલાતા સંબંધોનાં સમીકરણ જોવા મળે છે. શોમાં રાજીવ તેની ભૂતપૂર્વ પત્ની ડેલનાઝની કાળજી લેવાનો પ્રયાસ કરતો જોવા મળે છે, પણ ડેલનાઝ તેને કાઠું નથી આપતી.

આવા સંજોગોમાં ઘરના સભ્ય નવજોત સિંહ સિધુ સાથે રાજીવે પોતાની લાગણીઓની અને ડેલનાઝ સાથેના સંબંધોની ચર્ચા કરતાં સિધુએ અલગ પડી ગયેલા આ દંપતીને ફરી એક કરવાનું બીડું ઝડપ્યું છે, કારણ કે તે કોઈને દુ:ખી અને હતાશ જોઈ નથી શકતો.


Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK