શું આ એક્ટ્રેસ સાથે સ્ક્રીન પર જોવા મળશે સિદ્ધાર્થ શુક્લા? જાણો કોણ છે

Updated: Jul 07, 2020, 19:12 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

સિદ્ધાર્થ શુક્લા ટૂંક સમયમાં જ ટીવી પર જોવા મળવાના છે. પરંતુ આ વખતે સિદ્ધાર્થના ચાહકો તેમને શહેનાઝ ગિલ સાથે નહીં જોઈ શકે.

સિદ્ધાર્થ શુક્લા
સિદ્ધાર્થ શુક્લા

બિગ બૉસ સીઝન 13ના વિજેતા સિદ્ધાર્થ શુક્લાને તેના ફૅન્સ વચ્ચે ઘણા પસંદ કરવામાં આવી રહ્યા છે. બિગ-બૉસ 13માં શરૂઆતથી કન્ટેસ્ટન્ટ્સ વચ્ચે ઝઘડો જોવા મળ્યો હતો અને આ શૉના એન્ગ્રીમેન સિદ્ધાર્થ શુક્લા હતા. બિગ બૉસ પછી તે એક મ્યુઝિક વીડિયોમાં જોવા મળ્યા હતા. જેમાં તે શહેનાઝ ગિલ સાથે જોવા મળ્યા હતા. તેના મ્યુઝિક વીડિયોને યુ-ટ્યુબ પર લાખો લાઇક્સ અને વ્યૂઝ મળ્યાં છે. અહેવાલ છે કે સિદ્ધાર્થ શુક્લા ટૂંક સમયમાં જ ટીવી પર જોવા મળવાના છે. પરંતુ આ વખતે સિદ્ધાર્થના ચાહકો તેમને શહેનાઝ ગિલ સાથે નહીં જોવા મળે.

હકીકતમાં રોહિત શેટ્ટીનો ખતરો કે ખિલાડી શૉ ઈન્ડિયન ટેલિવિઝન પર સૌથી વધારે પસંદ કરે છે અને સૌથી વધારે લોકો આ શૉને ફૉલો કરે છે. હાલ સમાચાર અનુસાર ખતરો કે ખિલાડી શૉના નિર્માતાઓએ બે લોકપ્રિય ટેલિવિઝન સ્ટાર્સનો સંપર્ક કર્યો છે. જેમાં હિના ખાન અને સિદ્ધાર્થ શુક્લાનું નામ સામેલ કરવામાં આવ્યું છે.

તમને જણાવી દઈએ કે બિગ બૉસ 13 વિનર સિદ્ધાર્શ શુક્લા ખતરો કે ખિલાડી 7ના વિજેતા રહી ચૂક્યા છે, જ્યારે હિના ખાન ખતરો કે ખિલાડી 8ની પહેલી રનર-અપ રહી હતી. નાની સ્ક્રીનના બન્ને સ્ટાર્સે પણ બિગ-બૉસમાં હિસ્સો લીધો હતો.

આ પણ જુઓ : Bigg Boss 13: શૉના એન્ગ્રીમેન હતા સિદ્ધાર્થ શુક્લા, જુઓ એમની બિગ-બૉસની જર્ની તસવીરોમાં

હાલ સ્ટન્ટ પર આધારિત રિયાલિટી શૉ 'ખતરો કે ખિલાડી 10'મી સીઝન ટેલિવિઝન પર ઘણી ધૂમ મચાવી રહી છે. ચેનલે 27 જૂનથી ખતરો કે ખિલાડી 10'ના નવા એપિસોડ પ્રસારિત કરવાનું શરૂ કરી દીધું છે. કરણ પટેલ, અદા ખાન, કરિશ્મા તન્ના અને શિવિન નારંગ સહિતના સેલેબ્સ 20 જૂલાઈએ ફિલ્મ સિટીમાં ફિનાલે એપિસોડ શૂટ કરશે.

જાણવા મળી રહ્યું છે કે આ શૉમાં ભાગ લેવા માટે નિર્માતા ખતરો કે ખિલાડીના જૂના સ્પર્ધકોને ફરીથી લઈને આવી શકે છે. નિયા શર્મા, રશ્મિ દેસાઈ, અલી ગોની સહિતના સેલેબ્સનું નામ સામેલ છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK