શું નચ બલિયેમાં જોવા મળશે સલમાન ખાનની એક્સ સંગીતા બિજલાણી?

Published: Jul 18, 2019, 19:01 IST | મુંબઈ

સ્ટાર પ્લસના શો નચ બલિયેમાં આ વખતે જોડીઓ પોતાના એક્સ લવર્સ સાથે જોવા મળશે. તો શું સંગીતા પણ આ શોનો ભાગ બનશે?

સલમાન-સંગીતા ફરી જોવા મળશે એકસાથે?
સલમાન-સંગીતા ફરી જોવા મળશે એકસાથે?

શું સલમાન ખાન પોતાની એક્સ ગર્લફ્રેન્ડ સંગીતા બીજલાણીને નચ બલિયેની આગામી સિઝનમાં જજ બનાવવાનું વિચારી રહ્યા છે? આ શો સલમાન ખાને પ્રોડ્યૂસ કરી રહ્યા છે, જેમાં કેટલાક પૂર્વ પ્રેમીઓ સ્પર્ધકો તરીકે જોવા મળશે. તો સલમાન પણ તેની એક પૂર્વ પ્રેમિકાને શોમાં કેમ ન લાવી શકે? આ બંનેના 1994માં લગ્ન પણ થવાના હતા. જો કે સંગીતા આ સંબંધોનો અંત લાવવાનું નક્કી કર્યું હતું. કારણ કે સલમાન સોમી અલીની નજીક જઈ રહ્યો હતો.

 
 
 
View this post on Instagram

#blessedbirthday

A post shared by Sangeeta Bijlani (@sangeetabijlani9) onJul 9, 2019 at 11:16am PDT


અને હવે કદાચ ફરી બંને સાથે જોવા મળી શકે છે. શોમાં અનિતા હસનંદાની, ઉર્વશી ધોળકિયા જેવા જાણીતા ચહેરાઓ ભાગ લઈ રહ્યા છે. દર વખતે નચ બલિયેમાં સામાન્ય રીતે કપલ્સ ભાગ લેતા હોય છે. પરંતુ આ વખતે તેમાં એક્સનો તડકો લગાવવામાં આવ્યો છે. જેના કારણે લોકોની ઉત્સુકતા વધી છે.

14 કલાક પ્રેક્ટિસ કરે છે અનિતા
ટીવીની ફેવરિટ નાગિન એટલે કે અનિતા હસનંદાની પણ આ વખતે શોમાં જોવા મળવાની છે. તેનો પાર્ટનર કોણ છે. તે તો રહસ્ય છે પરંતુ અનિતા શો માટે ખૂબ જ મહેનત કરી રહી છે. અનિતાનો આ પહેલાની સિઝન માટે પણ સંપર્ક કરવામાં આવ્યો હતો. જો કે તેની પાસે તારીખો ન હોવાથી તે શો નહોતી કરી શકી. જો કે હવે તે આ શો માટે પુરી રીતે તૈયારી કરી રહી છે.

 
 
 
View this post on Instagram

#nachbaliye9 Excited mein edddaaa @star.aniljha 💫 @starplus @banijayasia

A post shared by Anita H Reddy (@anitahassanandani) onJul 4, 2019 at 9:12am PDT


કોમોલિકા પણ છે તૈયાર
ના ના..હીના ખાન નહીં. ઓરિજીનલ કોમોલિકા એટલે કે ઉર્વશી ધોળકિયા પણ નચ બલિયાના સ્ટેજ પર આવવા માટે તૈયાર છે. અને તે પણ પુરી તૈયારી કરી રહી છે. શોમાં એક્સ કપલ્સ અને કરન્ટ કપલ્સ એકબીજા સામે લડવા માટે તૈયાર થઈ રહ્યા છે.

આ પણ વાંચોઃ લીના જુમાણીઃ તમને ખબર છે 'કુમકુમ ભાગ્ય'ની આ ખૂબસૂરત વૅમ્પ છે ગુજરાતી...


Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK