Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રેવાની બનશે હિન્દી રિમેક કે પછી થશે ડબ રિલીઝ?

રેવાની બનશે હિન્દી રિમેક કે પછી થશે ડબ રિલીઝ?

22 February, 2020 02:18 PM IST | Mumbai Desk
Shilpa Bhanushali | shilpa.bhanushali@mid-day.com

રેવાની બનશે હિન્દી રિમેક કે પછી થશે ડબ રિલીઝ?

રેવાની બનશે હિન્દી રિમેક કે પછી થશે ડબ રિલીઝ?


પ્રસિદ્ધ નવલકથાકાર ધ્રુવ ભટ્ટની નવલકથા તત્વમસી પરથી બનેલી નેશનલ અવૉર્ડ વિનર ફિલ્મ રેવાની હિન્દીમાં રૂપાંતરિત ફિલ્મનું સ્ક્રીનિંગ આજે સાંજે 7.45 વાગ્યે અમદાવાદમાં થવાની છે. આ ફિલ્મનું સ્ક્રીનિંગ ચિત્રભારતી દ્વારા યોજાયેલ એક શૉર્ટ ફિલ્મ ફેસ્ટિવલમાં થવા જઈ રહ્યું છે.

ફિલ્મનું સ્ક્રીનિંગ હિન્દીમાં થતું હોવાથી ફિલ્મ શું હવે હિન્દીમાં રિલીઝ થવાની છે? તે વિશે ગુજરાતી મિડડે ડૉટ કૉમે જ્યારે ફિલ્મના પ્રૉડ્યુસર પરેશ વોરા સાથે વાત કરી ત્યારે તેમણે જણાવ્યું કે, "કદાચ આ ફિલ્મનું હિન્દીમાં રિમેક થઈ શકે છે અથવા તે હિન્દીમાં ડબ વર્ઝન પણ રિલીઝ કરી શકે છે."



તો જણાવવાનું કે રેવાના ચાહકો માટે એક સારા સમાચાર તો છે જ કે મોડાં વહેલા તેમને આ ફિલ્મ હિન્દીમાં જોવા મળી શકશે ખરી...


આ પણ વાંચો : Monal Gajjar: જાણો નેશનલ અવૉર્ડ વિજેતા ફિલ્મ રેવાની 'સુપ્રિયા'ને..

આજે રેવાના જે હિન્દી વર્ઝનનું સ્ક્રીનિંગ થવાનું છે તેમાં ફિલ્મના મૂળ કલાકારોના અવાજમાં જ હિન્દી ડબિંગ કરવામાં આવ્યું છે આ ડબિંગ જ્યારે ગુજરાતી ફિલ્મ બની રહી હતી તેની સાથે સાથે જ કરાયું હતું.


Whatsapp-channel Whatsapp-channel

22 February, 2020 02:18 PM IST | Mumbai Desk | Shilpa Bhanushali

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK