સંદીપ રેડ્ડી વંગાની ફિલ્મમાં રણબીર કપૂરને બદલે જોવા મળશે પ્રભાસ?
સંદીપ રેડ્ડી વંગાની ફિલ્મમાં રણબીર કપૂરના સ્થાને પ્રભાસ જોવા મળે એવી શક્યતા જણાઈ રહી છે. પોતાની ડાર્ક ક્રાઇમ થ્રિલર માટે સંદીપ સતત રણબીર સાથે ચર્ચા કરતો હતો. એનું ટાઇટલ કદાચ ‘ડેવિલ’ રાખવામાં આવ્યું હતું. હવે એવી ચર્ચા છે કે રણબીરને બદલે આ ફિલ્મમાં પ્રભાસની એન્ટ્રી થઈ છે. જોકે આ સંદેર્ભે કોઈ સત્તાવાર જાહેરાત નથી કરવામાં આવી. રણબીર હાલમાં ‘બ્રહ્માસ્ત્ર’માં બિઝી છે. બીજી તરફ પ્રભાસ સ્ક્રિપ્ટ વાંચી રહ્યો છે. એવી શક્યતા છે કે આ વિશે ન્યુ યરમાં જાહેરાત કરવામાં આવશે.