Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ગુથ્થી ફરી જોવા મળશે કપિલ સાથે?

ગુથ્થી ફરી જોવા મળશે કપિલ સાથે?

19 May, 2020 08:32 PM IST | Mumbai Desk
Rashmin Shah | rashmin.shah@mid-day.com

ગુથ્થી ફરી જોવા મળશે કપિલ સાથે?

સુનિલ ગ્રોવર

સુનિલ ગ્રોવર


સોની ટીવીના ‘ધી કપિલ શર્મા શો’માં અગાઉ ગુથ્થીનું કૅરૅક્ટર કરીને પૉપ્યુલરિટી કમાઈ લેનારા સુનીલ ગ્રોવર અને કપિલ શર્મા વચ્ચે મનમેળ નહીં રહેતાં પ્રોડ્યુસર સલમાન ખાને ટીવી-શોમાંથી સુનીલ ગ્રોવરને હટાવીને પોતાની સાથે ફિલ્મમાં લઈ લીધો અને સુનીલ સાથે તેણે ‘ભારત’ કરી. જોકે હવે વાત ફરીથી બદલાઈ ગઈ છે. લૉકડાઉન પછી ‘ધી કપિલ શર્મા શો’ને નવી ઊંચાઈ પર લઈ જવાના હેતુથી સલમાન ખાને કપિલ શર્મા સાથે સ્ટેજ પર સુનીલ ગ્રોવરને મૂકવાનું નક્કી કર્યું છે અને એને માટે તેણે બન્ને વચ્ચે પૅચઅપ પણ કરાવી દીધું હોવાની વાત છે.

લૉકડાઉન પછી જ્યારે શૂટ શરૂ થશે ત્યારે મોટા ભાગની ચૅનલો માટે ચૅનલ-રીલૉન્ચ જેવી સિચુએશન ઊભી થવાની છે. આ તબક્કે દરેક ચૅનલ હવે પોતાના કન્ટેન્ટને વધારે સ્ટ્રૉન્ગ કરવાની તૈયારીમાં છે. આવા સમયે સ્વાભાવિક રીતે સોની ટીવી માટે ‘ધી કપિલ શર્મા શો’ એનો ફ્લૅગશિપ શો છે અને ચૅનલ પોતે ઇચ્છે છે કે આ શોને મૅક્સિમમ વ્યુઅરશિપ મળે. આ જ હેતુથી ચૅનલે સલમાન ખાન સાથે વાત કરીને સુનીલ ગ્રોવરની એન્ટ્રી ફરીથી શોમાં થઈ શકે એ માટે પ્રયાસ કર્યા છે અને સલમાને પણ પૉઝિટિવલી એ દિશામાં કામ શરૂ કર્યું છે. આમ પણ ભાઈને કોઈ ના પાડવાની હિંમત ધરાવતું નથી એટલે ટીવી-ઇન્ડસ્ટ્રીના બિગ શૉટ્સનું માનવું છે કે લૉકડાઉન પછીની નવી સીઝનમાં કપિલ સાથે તમને ‘ધી કપિલ શર્મા શો’માં ગુથ્થી જોવા મળે એવી શક્યતા ભરપૂર છે.


Whatsapp-channel Whatsapp-channel

19 May, 2020 08:32 PM IST | Mumbai Desk | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK