અંકિતા લોખંડે કરશે ૨૦૧૯માં લગ્ન?

Published: Dec 21, 2018, 12:19 IST

અંકિતા અને સુશાંત સિંહ રાજપૂતનું ૨૦૧૬માં બ્રેકઅપ થયું હતું. ત્યાર બાદ અંકિતાએ બિઝનેસમૅન વિકી જૈનને ડેટ કરવાનું શરૂ કર્યું હતું

અભિનેત્રી અંકિતા લોખંડે
અભિનેત્રી અંકિતા લોખંડે

અંકિતા લોખંડે આવતા વર્ષે લગ્ન કરશે એવી ચર્ચા ચાલી રહી છે. અંકિતા હાલમાં તેની બૉલીવુડમાં પહેલી ફિલ્મ ‘મણિકર્ણિકા : ધ ક્વીન ઑફ ઝાંસી’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મ આવતા વર્ષે ૨૫ જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે. તે તેની પ્રોફેશનલ લાઇફમાં નવી શરૂઆત કરવા જઈ રહી છે અને તે પર્સનલ લાઇફમાં પણ એક નવી શરૂઆત કરશે એવી ચર્ચા છે. અંકિતા અને સુશાંત સિંહ રાજપૂતનું ૨૦૧૬માં બ્રેકઅપ થયું હતું. ત્યાર બાદ અંકિતાએ બિઝનેસમૅન વિકી જૈનને ડેટ કરવાનું શરૂ કર્યું હતું.

વિકી અને અંકિતાએ હજી સુધી તેમના સંબંધોની જાહેરાત નથી કરી. તેઓ આ વિશે ચુપકી સાધીને બેઠાં છે. જોકે હાલમાં એવી ચર્ચા છે કે તેઓ આવતા વર્ષે લગ્ન કરી લેશે અને એ માટે તેમની ફૅમિલીની બેઠક પણ થઈ ગઈ છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK