Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આલિયા ભટ્ટ સાથે ગંગુબાઈમાં જોવા મળશે કાર્તિક આર્યન?

આલિયા ભટ્ટ સાથે ગંગુબાઈમાં જોવા મળશે કાર્તિક આર્યન?

30 September, 2019 03:12 PM IST | મુંબઈ

આલિયા ભટ્ટ સાથે ગંગુબાઈમાં જોવા મળશે કાર્તિક આર્યન?

આલિયા ભટ્ટ સાથે કાર્તિક આર્યન

આલિયા ભટ્ટ સાથે કાર્તિક આર્યન


સંજય લીલા ભણસાલીની ‘ગંગુબાઈ’માં આલિયા ભટ્ટ સાથે કાર્તિક આર્યન અગત્યની ભૂમિકામાં જોવા મળવાનો છે એવી શક્યતા છે. સલમાન ખાન સાથેની ‘ઇન્શાઅલ્લાહ’ પર લાગેલા પૂર્ણવિરામ બાદ સંજય લીલા ભણસાલીએ નવા પ્રોજેક્ટ ‘ગંગુબાઈ’ પર કામ કરવાની શરૂઆત કરી છે. દેહવેપારના વિસ્તાર એવા કામાઠીપુરાની માલકણ ગંગુબાઈના જીવન પર આ ફિલ્મ બનાવવામાં આવશે. આ ફિલ્મની સ્ટોરી એસ. હુસૈન ઝૈદીના પુસ્તક ‘માફિયા ક્વીન્સ ઑફ મુંબઈ’ના એક ચૅપ્ટરમાંથી લેવામાં આવી છે. સંજય લીલા ભણસાલી પોતાની ફિલ્મોનાં પાત્રોને ખૂબ જ સચોટતાથી પડદા પર ઉતારવામાં માહેર છે.

આ પણ વાંચો : મહેન્દ્ર સિંહ ધોનીને કોઈ જજ ન કરી શકે : સુશાંત સિંહ રાજપૂત



કલાકારો પણ તેમની સાથે કામ કરવા માટે હંમેશાં આતુર હોય છે. એવામાં ‘ગંગુબાઈ’માં કાર્તિક માટે પણ ખાસ કૅરૅક્ટર લખવામાં આવશે એવી ચર્ચા ચાલી રહી છે. થોડા સમય પહેલાં જ સંજય લીલા ભણસાલીની ઑફિસ બહાર કાર્તિક જોવા મળ્યો હતો. જો બધું સમું સૂથરું પાર પડ્યું તો બન્નેના ફૅન્સને તેમને સાથે કામ કરતા જોવા એ તેમના માટે એક લહાવો રહેશે. જોકે હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.


Whatsapp-channel Whatsapp-channel

30 September, 2019 03:12 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK