અભિનવ જશે સીક્રેટ રૂમમાં?

Published: 10th February, 2021 11:54 IST | Mumbai correspondent | Rajkot

‘બિગ બૉસ’માંથી અચાનક એક્ઝિટ થનારા અભિનવ શુક્લને સીક્રેટ રૂમમાં મોકલવામાં આવ્યો હોવાની શક્યતા અકબંધ છે

અભિનવ જશે સીક્રેટ રૂમમાં?
અભિનવ જશે સીક્રેટ રૂમમાં?

કલર્સ ચૅનલના રિયલિટી શો ‘બિગ બૉસ’માંથી ગઈ કાલે રાતે રુબિના દિલેકના હસબન્ડ અભિનવ શુક્લને બધાએ વોટ-આઉટ કર્યો, જેને લીધે તે હવે શોમાંથી બહાર થયો છે, પણ અભિનવ જેવો શોમાંથી બહાર થયો કે તરત જ સોશ્યલ મીડિયા પર ટ્રેન્ડ થવા માંડ્યું કે અભિનવને સીક્રેટ રૂમમાં મોકલીને તેને આખી ગેમ દેખાડવામાં આવે છે. આ શક્યતા સાવ તો ખોટી નથી જ, પણ સાથોસાથ ચૅનલ અને શોના મેકર્સનું કહેવું છે કે અભિનવને કોઈ સીક્રેટ રૂમમાં મોકલવામાં નથી આવ્યો, પણ તેને સલમાન ખાનના દિવસ એટલે કે ‘વીક-એન્ડ કા વાર’ સુધી મીડિયાને મળવાની મનાઈ ફરમાવવામાં આવી છે.
‘બિગ બૉસ’ની આ ૧૪મી સીઝન હવે અંતિમ ચરણમાં છે. શોને હવે બે જ વીક બાકી છે. આ બે વીક દરમ્યાન કુલ ૩ જણને કાઢવામાં આવશે અને એ પછી ફાઇનલ રાઉન્ડની શરૂઆત થશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK