Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રણવીર સિંહની લગ્ન-પાર્ટીની જાહેરાત પર પત્ની દીપિકાએ કઇક કહ્યું આવું...!

રણવીર સિંહની લગ્ન-પાર્ટીની જાહેરાત પર પત્ની દીપિકાએ કઇક કહ્યું આવું...!

31 October, 2019 08:45 PM IST | Mumbai

રણવીર સિંહની લગ્ન-પાર્ટીની જાહેરાત પર પત્ની દીપિકાએ કઇક કહ્યું આવું...!

રણવીર સિહં અને દીપિકા પાદુકોણે (PC : Midday.com)

રણવીર સિહં અને દીપિકા પાદુકોણે (PC : Midday.com)


Mumbai : બોલીવુડના ચોકલેટી બોય રણવીર સિંહે ઈન્સ્ટાગ્રામમાં પોતાની એક ક્લીન શેવ તસવીર શૅર કરી હતી. આ તસવીર શૅર કરીને રણવીરે ફની કેપ્શન આપ્યું હતું. રણવીરની આ તસવીર પર બોલિવૂડ સેલેબ્સે રસપ્રદ કમેન્ટ્સ કરી મજા લીધી હતી. રણવીરની પત્ની દીપિકાએ પણ આ તસવીર પર કમેન્ટ કરી હતી.

 
 
 
View this post on Instagram

Shaadi Season is here! Entertainer for Hire. ?? Available for events, wedding, budday party, mundan ?

A post shared by Ranveer Singh (@ranveersingh) onOct 30, 2019 at 7:31am PDT





રણવીર સિંહે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો ફોટો
બોલીવુડના દિગ્ગજ અભિનેતા રણવીરે નેવી બ્લૂ શેરવાની પહેરેલી તસવીર શૅર કરી હતી અને તેણે કેપ્શન આપ્યું હતું, લગ્નની સિઝન આવી ગઈ છે. એન્ટરટેઈનર ભાડેથી લેવા માટે, ઈવેન્ટ્સ, લગ્ન, બર્થડે, મુંડન, તમામ માટે તૈયાર છે.

આ પણ જુઓ : જુઓ 'ગલી બૉય' રણવીર સિંહના અજીબોગરીબ ફેશન સ્ટેટમેન્ટ

પત્ની દીપિકા સહિતના સેલિબ્રિટીઓએ રણવીરના ફોટો પર કરી કોમેન્ટ
રણવીરની આ તસવીર પર દીપિકાએ કમેન્ટ કરી હતી, રણવીર સિંહને હાયર કરવા માટે દીપિકા પાદુકોણનો સંપર્ક કરો. દીપિકા પાદુકોણ ઉપરાંત અર્જુન કપૂર, અનુપમ ખેર, કરિશ્મા કપૂર, એકતા કપૂર, મિમી ચક્રવર્તી, જતિન શર્મા સહિતના સેલેબ્સે કમેન્ટ કરી હતી. અર્જુન કપૂરે કહ્યું હતું કે બાબુ તું બહુ જ સસ્તો છે અને આ બધું મોંઘું છે. એકતા કપૂરે કહ્યું હતું કે વરરાજા જોઈએ છે, તમારો મેનેજર કોણ છે, અમારો સંપર્ક કરે. અનુપમ ખેરે કમેન્ટ કરી હતી, આ તસવીરમાં તમારા જે એક્સપ્રેશન છે, તે જોયા બાદ તમને જે બોલાવશે, તેનામાં બહુ જ હિંમત હશે. ‘સેક્રેડ ગેમ્સ’ ફૅમ જતિન શર્માએ કહ્યું હતું, કોઈના પણ લગ્નમાં નાચીશ, કોઈના પણ મુંડનમાં નાચીશ, કોઈના ત્યાં બાળક જન્મશે તો પણ નાચીશ.


Whatsapp-channel Whatsapp-channel

31 October, 2019 08:45 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK