વરુણ ધવન ચા શું કામ નથી પીતો?

Published: 28th October, 2014 05:11 IST

ચા આમ તો આપણા દેશમાં બહુ સામાન્ય છે અને એ પછી પણ કોઈ ચા ન પીતું હોય એવું બની શકે ખરું.


રશ્મિન શાહ

વરુણ ધવન પણ એવો જ છે. તે ચા નથી પીતો. જોકે તેનું ચા નહીં પીવાનું કારણ એકદમ જુદું છે. એક વખત વરુણ તેના ડિરેક્ટર-પપ્પા ડેવિડ ધવનની ચા પી ગયો. એ દિવસે તેની મમ્મીએ તેને એવું કહ્યું હતું કે ચા પીવાથી કાળા થઈ જઈએ. એ દિવસ અને આજનો દિવસ, વરુણે ચાને હાથ નથી લગાડ્યો. કાળા પડવાનો એટલોબધો ડર વરુણને લાગ્યો હતો કે સમજણા થયા પછી તેને ખબર પડી ગઈ કે ચા પીવાથી કાળા થઈ જઈએ એવી ખાલી માન્યતા છે તો પણ તે ચાને ક્યારેય અડક્યો નહીં અને છેક આજ સુધી આ નિયમ બનાવી રાખ્યો. વરુણ કહે છે, ‘કાળા હોય તો કેવા ખરાબ લાગીએ એ મનમાં એવું ઘૂસી ગયું કે હવે ચા પીવાનું મન જ નથી થતું. આલ્કોહોલ આરામથી પી શકું, પણ ચાની સ્મેલથી જ કંઈક થવા માંડે.’ચા પીવાનો હવે જ્યારે સીન કરવાનો આવે છે ત્યારે વરુણ ચાને બદલે બૉર્નવિટાવાળું ડાર્ક દૂધ કપમાં ભરીને પીએ છે. મજાની વાત એ છે કે જે વરુણ ચાથી દૂર ભાગે છે એ જ વરુણનો ડિરેક્ટર-ભાઈ રોહિત ધવન ચાનો એટલો જ રસિયો છે. તે દિવસમાં વીસથી બાવીસ કપ ચા ગટગટાવી જાય છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK